ધીમે ધીમે શિયાળો જામી રહ્યો છે તેમ-તેમ રાત્રીના સમયે લોકોની અવર જવર ઘટી રહી છે જેનો લાભ લઇ તસ્કરો સક્રિય બન્યા હોય તેમ ચોરીના બનાવ સતત વધી રહ્યા છે.મોરબીના કાંતિનગરમાં આવેલ ભંગાર ડેલામાં સોમવારે મોડી રાત્રે એક કારમાં તસ્કરો આવ્યા હતા અને ડેલામાં રહેલા ભંગારમાંથી રૂ 13 હજારની કિમતના 20 કિલોના તાંબા અને રૂ 15,900ની કિમતના 30 કિલો પીતળ ભંગાર મળી 28,900ની કિમતના 50 કિલો ભંગારની ચોરી થઇ હતી આ ઘટનામાં જમાલશા રહેમાનશા શાહમદારે બી ડીવીઝન પોલીસમાં મથકમાં ફરિયાદ નોધાવી હતી.

જેના આધારે પોલીસે સુલેમાન હૈદરભાઈ જેડા નામના શખ્સને ઝડપી લીધો હતો આરોપીની પૂછપરછ કરતા ફતેમામદ તાજમામદ જામનું નામ ખુલતા તેની પણ શોધખોળ હાથ ધરી હતી.બનાવ અંગે બી ડીવીઝન પોલીસ મથકના હેડ કોન્સટેબલ બી આર ખટાણાને ઝડપી લીધા હતા.