એનસીબીના અધિકારી સમીર વાનખેડેના પિતાને બોમ્બે હાઈકોર્ટમાંથી મોટી રાહત મળી છે. બોમ્બે હાઈકોર્ટે તેમની અરજી પર નવાબ મલિક અને તેમના પરિવારને નિર્દેશ કર્યો છે કે હવે તેઓ વાનખેડે ફેમિલી વિરુદ્ધ કંઈપણ પ્રકાશિત કરી શકશે નહીં. સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે સીધેસીધું અથવા તો પછી ઈશારાઓમાં પણ પરિવાર વિરુદ્ધ નિવેદનબાજી કરવામાં નહીં આવે.
મહત્વપૂર્ણછે કે સમીર વાનખેડાના પિતાએ બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરીને અપીલ કરી હતી કે નવાબ મલિક દ્વારા તેમના ઉપર અને તેમના પરિવાર વિરુદ્ધ ક્ષુલ્લક નિવેદનબાજી કરવામાં આવે નહીં. . તેમણે આના પર રોક લગાવવાની અપીલ કરી હતી. હવે આ મામલામાં કોર્ટમાંથી નવાબ મલિકને ઝાટકો લાગ્યો છે. હવે તેઓ સમીર વાનખેડે અને તેમના પરિવાર વિરુદ્ધ કોઈપણ પ્રકારની નિવેદનબાજી કરી શકશે નહીં.
સુનાવણી દરમિયાન નવાબ મલિક અને વાનખેડેના વકીલ વચ્ચે તીખી દલીલ જોવા મળી હતી. એ વાત પર દલીલ થઈ હતી કે નવાબ મલિક સતત સમીર વાનખેડેના બહેનને લેડી ડોન કરીને સંબોધિત કરી રહ્યા હતા. તેના પર મલિકના વકીલે કહ્યુ હતુ કે ફ્લેચર પટેલ નામના શખ્સે આમ જણાવ્યું હતું અને તેમના ક્લાઈન્ટે માત્ર આને શેર કર્યું હતું. પરંતુ કોર્ટે આ દલીલને ફગાવતા સ્પષ્ટ કહ્યું હતું કે જ્યાં સુધી મામલાની સુનાવણી થઈ રહી છે, તેવામાં નિવેદનબાજી અને આરોપ નહીં લગાવાય. જસ્ટિસ કથાવાલાએ સીધું નવાબ મલિકને પુછયું પણ ખરું કે તેમના અસીલ આવી નિવેદનબાજી કરવાનું બંધ કરશે. તેના જવાબમાં કહેવામાં આવ્યું કે 9 ડિસેમ્બર સુધી નવાબ મલિક વાનખેડે અને તેમના પરિવાર વિરુદ્ધ કોઈ પોસ્ટ શેયર નહીં કરે. હવે કોર્ટ તરફથી માત્ર નવાબ મલિકને આંચકો આપવામાં આવ્યો નથી, પરંતુ બેહદ આકરા અંદાજમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે તેમને આવી નિવેદનબાજી શોભતી નથી. સુનાવણી દરમિયાન જસ્ટિસ જાધવે કહ્યુ કે નવાબ મલિક વીઆઈપી છે, માટે તેમને આટલી આસાનીથી તમામ ડોક્યુમેન્ટ મળી જાય છે. આ વાતને આગળ વધારતા જસ્ટિસ કથાવાલાએ પણ કહ્યુ કે તેઓ એક મંત્રી છે અને તેમને આ બધું શું શોભાસ્પદ છે?
સુનાવણી દરમિયાન એક સમય એવો પણ આવ્યો કે જ્યારે જસ્ટિસ કથાવાલાને કહેવુ પડયુ કે શું નવાબ મલિકને માત્ર મીડિયા ટ્રાયલ જોઈએ. આ વાત એટલા માટે કહેવામાં આવી, કારણ કે નવાબ મલિક સતત સોશયલ મીડિયા દ્વારા વાનખેડે પરિવાર પર આરોપ લગાવી રહ્યા હતા. આના પર કોર્ટે સવાલ કર્યો હતો કે શું મલિક દ્વારા ક્યારેય કાસ્ટ સ્ક્રૂટિની કમિટીને ફરિયાદ કરવામાં આવી છે. જસ્ટિસ કથાવાલાએ કહ્યુ કે મલિકે આવું એકપણ વાર કર્યું નથી. તેમણે આગળ કહ્યુ કે મલિક વાનખેડે વિરુદ્ધ મીડિયા ટ્રાયલ ચાહે છે.