નવી દિલ્હી, ગુરુવાર
કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ મેઘાલયમાં કોંગ્રેસના 12 ધારાસભ્યોના ટીએમસીમાં સામેલ થવાને લઈને દોષનો ટોપલો ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર પર ઢોળ્યો છે. તેમણે કહ્યુ છે કે આ બધું પ્રશાંત કિશોર અને ટીએમસીના નેતા લુઈજિન્હો ફલેરિયા કરી રહ્યા છે. તેમણે આ વાતની જાણકારી હોવાની પણ વાત કહી છે.
કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ કહ્યુ છે કે જો મમતા બેનર્જી હજી સોનિયા ગાંધીને મળે છે, તો વડાપ્રધાન મોદી નારાજ થઈ જશે. ઈડી દ્વારા તેમના ભત્રીજાને તલબ કરાયાના તુરંત બાદ તેમની હરકતો બદલાય ગઈ। આના પહેલા તેમણે સોનિયા ગાંધીને પત્ર લખીને ભાજપની વિરુદ્ધ મળીને લડવાની વાત કહી હતી. કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ મેઘાલયમાં કોંગ્રેસના 12 ધારાસભ્યો દ્વારા ટીએમસીમાં જોડાવા પર કહ્યુ છે કે કોંગ્રેસને તોડવાની આ સાજિશ માત્ર મેગાલયમાં જ નથી, પરંતુ આખા પૂર્વોત્તરમાં થઈ રહી છે. હું મુખ્યમંત્રી મમતા બેનર્જીને પડકાર ફેંકુ છું કે પહેલા તેમને ટીએમસીના ચૂંટણી ચિન્હ પર ચૂંટણી લડાવે અને પછી ઔપચારીકપણે તેમની પાર્ટીમાં તેમનું સ્વાગત કરે.
મેઘાલયમાં બુધવારે મોડી રાત્રે ટીએમસીએ દાવો કર્યો હતો કે રાજ્યમાં કોંગ્રેસના 18માંથી 12 ધારાસભ્યો તેમની સાથે જોડાયા છે.કોંગ્રેસ છોડનારામાં પૂર્વ મુખ્યમંત્રી મુકુલ સંગમાનું નામ પણ સામેલ છે. આ ઘટનાક્રમ મમતા બેનર્જીની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતના કેટલાક કલાકો બાદ જ સામે આવ્યો છે. મમતા બેનર્જી આ વખતે દિલ્હી મુલાકાતમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને મળ્યા ન હતા. તેના પર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યુ હતુ કે અમારે દરેક વખતે શું સોનિયાને મળવું જોઈએ? આ બંધારણીય રીતે ફરજિયાત નથી. તેમની ટીપ્પણી તેમની પાર્ટીના એક મોટા વિસ્તરણની હોડ વચ્ચે આવી છે. મહત્વપૂર્ણ છે કે ટીએમસીમાં તાજેતરમાં સામેલ થનારા મોટાભાગના નેતાઓ કોંગ્રેસના છે.