HomeGujaratમોરબીના સોખડા નજીક રોઝ્ડું આડે આવતા બાઈક થયું સ્લીપ,એકનું મોત

મોરબીના સોખડા નજીક રોઝ્ડું આડે આવતા બાઈક થયું સ્લીપ,એકનું મોત

મોરબી માળિયા નેશનલ હાઈવે અકસ્આમાતનો ઝોન બની ગયો છે ક્વેયારેક વાહન ચાલકોની બેદરકારીનો ભોગ નિર્લાદોષ વાહન ચાલક બને તો કયારેક રખડતા ઢોરના કારણે પણ અકસ્માત થતો હોય છે મોરબીના સોખડા પાસે આવો જ એક અકસ્માત સર્જાયો હતો.જેમાં હાઇવે સોખડા પાટીયાથી સોખડા ગામ તરફ જતા રસ્તે આવેલ ખાખરાવાળી સીમમા રોઝડું આડું ઉતરતા બાઈક સ્લીપ થઈ જવાથી એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.જ્યારે બાઈક સવારને ઇજા પહોંચી હતી.આ બનાવ અંગે મૃતકના ભાઈએ ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

બનાવી મળતી માહિતી મુજબ મોરબીના સોખડા ગામના રવુંભા દેવરાજભાઈ બળધા અને ભીખુભા નામની બે વ્યક્તિ જીજે 36 એન 3891 નમ્બરની બાઇકમાં સોખડા ગામના પાટિયા પાસેથી પસાર થતા હતા તે દરમિયાન અચાનક રોઝડું આડે આવતા રવુભાનું બાઈક પરથી સંતુલન ગુમાવતાં સ્લીપ થયું હતું. જેથી ભીખુભાને ગંભીર ઇજા પહોંચતા તેમનું મોત નિપજ્યું હતું.જ્યારે બાઈક સવાર રવુભાને પણ ઈજા પહોચી હતી.બનાવ અંગે તાલુકા પોલીસે બાઈક સવાર વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(પ્રતિકાત્મક તસ્વીર)

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,260SubscribersSubscribe

TRENDING NOW