Tuesday, November 12, 2024
HomeCrimeરહી રહીને વનવિભાગ હરકતમાં આવ્યું, ગેરકાયદે લાયન શો મુદ્દે 18 શકમંદોને સમન્સ

રહી રહીને વનવિભાગ હરકતમાં આવ્યું, ગેરકાયદે લાયન શો મુદ્દે 18 શકમંદોને સમન્સ

Advertisement

જૂનાગઢ નજીક આવેલા મેંદરડાના ગુંદિયાળીમાં ખાનગી ફાર્મમાં સિંહ સામે જીવતા પશુઓ મુકીને ગેરકાયદે લાયન શો ચાલતો હોવાનો વીડિયો સોશયલ મીડિયામાં વાયરલ થયો છે. ત્યારે આ સમગ્ર મુદ્દે હવે વનવિભાગ હરકતમાં આવ્યું છે. 18 શકમંદોને વનવિભાગે સમન્સ પાઠવ્યાં છે. તો આ તમામ શકમંદોના નિવેદનો બાદ તેની ધરપકડ થવાની પણ સંભાવના સુત્રોએ વ્યક્ત કરી છે.

અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો

ગીર જંગલના દેવળીયા રેન્જ હેઠળ આવતા મેંદરડાના ગુંદયાળી ગામે થોડા દિવસો પહેલા એક ખાનગી ફાર્મમાં જીવીત પશુઓને બાંધેલી હાલતમાં મુકી ગેરકાયદે લાયન -શો કરાવતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જે મુદ્દે હવે વન વિભાગ હરકતમાં આવ્યું છે. આ મામલે વનવિભાગે અજાણ્યા 12 શખસો સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. જે સ્થળે ગેરકાયદે લાયન શો યોજાયો તે સ્થળની વનવિભાગે તપાસ કરી હતી. જેમાં આ ખાનગી ફાર્મ ખાનગી માલિકીનું હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું હતું.

આ બનાવની તપાસ કરનારા માળિયાના આર.એફ.ઓ.ના જણાવ્યાં મુજબ, વાયરલ વીડિયોમાં દેખાતા લોકોના આધારે કુલ 18 શકમંદ લોકોને સમન્સ પાઠવી હાજર થવા જણાવાયું છે. શકમંદો આજે અથવા કાલે હાજર થશે ત્યારે તેના નિવેદનો લેવામાં આવશે. બાદમાં આરોપીઓની અટકાયત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવી સંભાવના પ્રબળ બની છે. તો બીજી તરફ ગેરકાયદે લાયન શો કરાવનારા ફાર્મના માલિકની પણ ઓળખ કરી તેની સામે પણ કાર્યવાહી હાથ ધરાશે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
47,162FollowersFollow
2,390SubscribersSubscribe

TRENDING NOW