સોશિયલ મીડિયાએ યુવાનોને ઘેલુ લગાડ્યું છે. યુવાનો ઘણી વખત સોશિયલ મીડિયા માટે વીડિયો બનાવવામાં એવું જોખમ લે છે કે, જીવ તાળવે ચોંટી જાય છે. અગાઉ સેલ્ફિનો ક્રેઝ જોવા મળ્યો હતો. હવે ઈન્સ્ટાગ્રામ પર રીલ્સે યુવાનોને ગાંડા કર્યા છે. પણ અમદાવાદ શહેરમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે. જેમાં યુવાન રેલવે ટ્રેક પર રીલ્સ બનાવવા માટે ગયો હતો. પણ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ઈન્સ્ટાગ્રામ પર વીડિયો બનાવીને મૂકતા યુવાનો માટે તથા વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે.
અમદાવાદ શહેરના રાણીપ વિસ્તારમાં રહેતા 15 વર્ષના સગીરે રીલ્સ બનાવવાની ધૂનમાં જીવ ગુમાવ્યો છે. રેલવે ટ્રેક પર ઊભેલી ગુડ્સ ટ્રેનના વેગન પર ચડીને ઈન્સ્ટાગ્રામ રીલ્સ બનાવી રહ્યો હતો. સાબરમતી સેન્ટ્ર જેલ પાસે યુવાન વીજ વાયરને અડી જતા કરંટ લાગ્યો હતો. જેના કારણે સગીર નીચે પટકાયો હતો. વીજ કરંટ લાગતા ઘટનાસ્થળે જ સગીરનું પ્રાણ પંખીરૂ ઊડી ગયું હતું. એની સાથે રહેલા મિત્રએ તાત્કાલિક એના ઘરે જઈને વાલીને જાણ કરતા દાદા-દાદી દોડી ગયા હતા. યુદ્ધના ધોરણે એને હોસ્પિટલ ખસેડાયો હતો. મૃતકનું નામ પ્રેમ જયકુમાર પંચાલ છે.
જે ધો.12માં અભ્યાસ કરતો હતો. જે ઈન્સ્ટાગ્રામ રીલ બનાવવા માટે રેલવે ટ્રેક પર ગયો હતો. રીલ્સ બનાવવાનો શોખ હોવાથી જે આ પહેલા પણ જુદી જુદી જગ્યાઓ પર રીલ્સ બનાવી ચૂક્યો છે. સોમવારે સાંજના સમયે પ્રેમ અને તેનો મિત્ર ઘરેથી રીલ્સ બનાવવા માટે નીકળ્યા હતા.આ પહેલા પણ તેણે રેલવે ટ્રેક પર વીડિયો બનાવેલા છે. આ કારણે તેને વધારે પડતો આત્મવિશ્વાસ હતો. પણ આ વખતે વીજ વાયરને અડી જતા જીવ ગયો છે.
બે દિવસ પહેલા જ પ્રેમ જગતપુર કે રાણીપ વિસ્તારમાં આવેલા રેલવે ટ્રેક પર વીડિયો બનાવવા માટે ગયો હતો. કંઈક નવું કરવાના ચક્કરમાં તે રેલવે ટ્રેક પર વીડિયો બનાવવા માટે ગયો હતો.