માળિયાના કુંભારિયા ગામના વતની અને હાલ લક્ષ્મીનગરમાં રહેતા બીપીન અરજણ પરમાર નામમાં યુવકને મુકેશ ઉર્ફે લાલા ખેંગાર રાણવાં અને અન્ય 6 શખ્સ દ્વારા 4,50,000ના બદલામાં સસ્તામાં સોનું અને અમેરિકન ડોલર આપવાની લાલચ આપી તેમની સાથે છેતરપીડી કરી હોવાની પોલીસ મથકમાં ફરિયાદ નોધાઇ હતી.
જેની તપાસ કરતા અન્ય કેટલાક આરોપીના પણ નામ સામે આવ્યા હતા.આરોપીઓ ફરાર હોવાથી મોરબી એલસીબીના પીએસઆઈ એન.બી.ડાભી અને લીવ રીઝર્વ પીએસઆઈ પી.જી પનારા અને ટીમ અલગ અલગ જગ્યાએ તપાસ કરી રહી હતી તે દરમિયાન બાતમી મળી હતી કે મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતો હાસમ કરીમ મોવર તેના સાગરિત સાથે લાલ કારમાં માળિયા તરફ આવતા હોય અને તેની કારમાં શંકાસ્પદ ચીજ વસ્તુ છે. ચોક્કસ બાતમી આધારે હતી જેના આધારે એલસીબીની ટીમે વોચ ગોઠવી હતી.
માળિયા તાલુકાના હરીપર ગામની ગોલાઈ પાસે પોલીસે કાર પૂછપરછ કરતાતેઓ રૂપિયાના બંડલ ગણતા હતા જેની પુછપરછ કરતા યોગ્ય જવાબ ન આપતા હાસમ કર્મી મોવર,મુકેશ ઉર્ફે લાલો ખેંગાર રાણવા અને ઈમ્તિયાઝ યુનુશ અજમેરીને ઝડપી લઈ માળિયા પોલીસ મથકે લાવી આગવી ઢબે પુછપરછ કરતા પોપટની જેમ સમગ્ર હકીકત જણાવી હતી આરોપીઓ લોકોને અડધી કિમતમાં સોનાના બિસ્કીટ અને અમેરીક્ન ડોલરની લાલચ આપી લોકો પાસેથી પૈસા પડાવતા હતા હોવાની કબુલાત આપી હતી.
આરોપીની કબુલાત આધારે આરોપીઓ પાસેથી અમેરિકન ડોલર,સોનાના બિસ્કીટની ધાતુ સહીત રૂ 20,03 000નો મુદામાલ જપ્ત કર્યો હતો.આરોપીની પૂછપરછ કરતા વિસીપરાના અનવર બચુભાઈ જામ,સુરેન્દ્રનગરના સાજીદ મોવર,વઢવાણના સલીમભાઈ જામનગરના શબીર જાનમામદ અને અંજારના મહેબુબના નામ ખુલતા બનાવ અંગે માળિયા મિયાણા પોલીસ મથકમાં આરોપીઓ વિરુદ્ધ ગુન્હો દાખલ કર્યો હતો.