ઘણી વખત એવું બને છે કે, ઘરે ગાંઠિયા, પૂરી કે ભજીયા બનાવ્યા હોય તો બાકી વધેલા તેલનું શું કરવું એનો પ્રશ્ન થાય છે? પણ ઘણી વખત આ તેલ આપણા માટે ઘણું ઉપયોગી સાબિત થઈ શકે છે. જેને ફરીવાર ઉપયોગમાં લઈ શકાય છે. એટલું જ નહીં વધેલા તેલને ફિલ્ટર પણ કરી શકાય છે. કોર્ન સ્ટાર્ચનો ઉપયોગ કરીને પણ ઘણા લોકો આવું તેલ વાપરી કાઢે છે. પણ એનો ઉપયોગ હાનિકારક હોય છે. શરીરને નુકસાન કરે છે.
કોઈ પણ તેલનો રીયુઝ કરવો હોય તો પહેલા તેલને ફિલ્ટર કરી લો. જેનાથી તેલની બચત થાય છે. જે તેલનો ઉપયોગ ફરીવાર કરવો છે એને પહેલા ત્રણ વખત ફિલ્ટર કરી લો, ટૂંકમાં કહીએ તો ગાળી લો. આવું એટલા માટે કારણ કે તેલમાં બાકી રહી ગયેલા તળેલી વસ્તુઓના કણ રહી ન જાય. જે અન્ય ફુડને બગાડી શકે છે. માર્કેટમાં ઘણા સારા ઓઈલ ફિલ્ટર મળે છે. આવા તેલનો ઉપયોગ અન્ય કોઈ ફૂડ બનાવવા માટે ન કરવો હોય તો દરવાજા, નકુચા, બારણાની સાંકળ, મિજાગરા, સ્ટોપર, સાયકલની ચેઈન જેવા સાધનોમાં બિન્ધાસ્ત કરી શકાય છે. એનાથી વસ્તુના જોઈન્ટસને કાટ લાગતો નથી અને કિચુડ કિચુડ અવાજ આવતો નથી. આ ઉપરાંત ટ્રેસિંગ પેપર પણ બનાવી શકાય છે.
જે છાપકાપ માટે ઉપયોગમાં લેવાય છે. આ માટે તેલ લગાવીને એ કાગળને સુકવીને ઉપયોગ કરવો. અન્યથા તેલના ડાગ દેખાશે. આ ઉપરાંત આવું તેલ દિવાળીના સમયમાં દીવા કરવા માટે પણ ઉપયોગમાં લઈ શકાય. આ ઉપરાંત ઘરમાં કુંડાની આસપાસ કોઈ જીવાત આવતી હોય તો એક નાનકડી વાટકીમાં આ તેલ કાઢીને કુંડા પાસે મૂકી દો. કીટક કે જીવાત પ્લાન્ટમાં જવાના બદલે વાટકીમાં ચોંટી જશે. વેસ્ટ કુકિંગ ઓઈલનો ઉપયોગ આવી રીતે કરી શકાય છે.