Monday, July 14, 2025
HomeNationalરાજસ્થાન બાદ હવે આ રાજ્યમાં મહુડો બનાવવો ગેરકાયદેસર નહીં ગણાય

રાજસ્થાન બાદ હવે આ રાજ્યમાં મહુડો બનાવવો ગેરકાયદેસર નહીં ગણાય

આઝાદી પહેલા ગુજરાતમાં પણ મહુડો બનાવીને સેવન કરવામાં આવતું પણ આઝાદી બાદ એના પર પ્રતિબંધ મૂકી દેવાયું. મધ્ય પ્રદેશમાં ટૂંક સમયમાં એક નવી પોલીસી જાહેર થવાની છે. આ મામલે મધ્ય પ્રદેશ રાજ્ય સરકાર વિચારણા કરી રહી છે. મધ્ય પ્રદેશમાં ટૂંક જ સમયમાં આદિવાસી વિસ્તારમાં મહુડોમાંથી તૈયાર થનારી દારૂને હેરિટેજ દારૂનો દરજ્જો મળી શકે એમ છે. મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે આ અંગેનું એલાન કર્યું છે. આ વિષય પર વાત કરતા તેમણે કહ્યું છે કે, ટૂંક જ સમયમાં આ માટે એક ચોક્કસ પોલીસી તૈયાર કરવામાં આવશે. આઝાદી પહેલા ગુજરાતમાં પણ મહુડો બનાવીને સેવન કરવામાં આવતું પણ આઝાદી બાદ એના પર પ્રતિબંધ મૂકી દેવાયું

શિવરાજસિંહ ચૌહાણે સોમવારે મંડલામાં જનજાતિ ગૌરવ સપ્તાહના સમાપન કાર્યક્રમમાં સભા સંબોધી હતી. આ દરમિયાન તેમણે મહુડા દારૂને હેરિટેજ દારૂના રૂપમાં માન્યતા દેવાની વાત કહી હતી. મધ્ય પ્રદેશના મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, હું પણ એ વાત સ્વીકારૂ છું કે, નશો ન કરવો જોઈએ.પણ ઘણી વખત પરંપરાઓમાં અમુક વસ્તુઓ કરવી પડે છે. નશો કરવાનું લોકો બંધ કરે એ માટે અમે નશા મુક્તિ અભિયાન ચલાવીશું. પણ એવું શું કામ થાય કે, દારૂ માત્ર સદ્ધર વેપારીઓ જ વેચે? જ્યારે આપણી વચ્ચેથી કોઈ આ અંગે પ્રયત્નો કરે તો પણ પકડાઈ જાય છે. તોડફોડ કરી દે છે. અનેક રીતે પરેશાન કરે છે. પણ હવે આ માટે એક નવી પોલીસી લાવવામાં આવશે. જો કોઈ મહુડો દારૂ બનાવશે તો એ ગેરકાયદેસર નહીં ગણાય. હેરિટેજ દારૂના નામથી તે વાઈન શોપ પર વેચાણ કરી શકશે. મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે, આ દારૂ આદિવાસીઓ માટે આવકનું માધ્યમ બની રહેશે. જો કોઈ પરંપરાગત રીતે મહુડા દારૂ પરંપરાગત બનાવશે તો એને વેચવા માટેનો અધિકાર પણ એનો રહેશે. સરકાર આને કાયદેસરની માન્યતાઓ પણ આપશે. તે વાઈનશોપમાં વેચી પણ શકશે.

આ પહેલા રાજસ્થાનમાં છેલ્લા ઘણા સમયથી મહુડા દારૂને લઈને માન્યતા આપવામાં આવી હતી. જ્યારે ગોવાના દેશી દારૂ તરીકે ફેનીનું નામ જાણીતું છે. જે પ્રવાસીઓની પસંદગીનું પીણું પણ બન્યું છે. જોકે, ટ્રાઈબલ પ્રાઈડ વીક અંતર્ગત થઈ રહેલી ઉજવણીને લઈને મુખ્યમંત્રીએ આદિવાસીઓની આવક વધે એવી વાત કહી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,000SubscribersSubscribe

TRENDING NOW

You cannot copy content of this page