લૈટેંટ વ્યુ એનાલિટિક્સના શેરોએ મંગળવારે શેરબજારમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે. કંપનીના શેર ઈસ્યુ પ્રાઈઝથી 169 ટકા વધારાની કિંમત સાથે 530 રૂપિયા ઉપર લીસ્ટ થયો હતો અને બાદમાં તેમાં 179 ટકાનો વધારો જોવા મળ્યો હતો. જો કે બાદમાં કારોબારના સમયમાં શેરનો ભાવ 489.1 રૂપિયા ઉપર આવ્યો હતો. પરંતુ આ પણ તેના ઈશ્યુ પ્રાઈઝથી આશરે 148.3 ટકાના પ્રિમિયમ ઉપર ટ્રેક કરી રહ્યો છે. પેટીએમની પેરેન્ટ કંપની વન 97 કોમ્યુનિકેશન્સ અને કેએફસી અને પીઝ્ઝા હટ્ટ જેવા રેસ્ટોરેન્ટ ચેન ઓપરેટ કરનારી સૈફાયર ફુડ્ઝનો આઈપીઓ બાદ લૈંટેટ વ્યુ એનાલિટિક્સ લિસ્ટ થનારો પહેલો શેર છે.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો
સ્વસ્તિક ઈનવેસ્ટમેન્ટના રિસર્ચ હેડ સંતોષ મીણાના જણાવ્યા પ્રમાણે જે લોકોએ માત્ર લિસ્ટિંગ ગેનને ધ્યાનમાં રાખીને આઈપીઓને લઈને બોલી લગાવી હતી. તેમણે 490 રૂપિયા ઉપર સ્ટોપ લોસ લગાવીને રાખ્યો છે. તેમણે કહ્યું છે કે, પેટીએમના નબળા પ્રદર્શન બાદ આ પહેલું બમ્પર લિસ્ટિંગ છે. તે જણાવે છે કે આઈપીઓ માર્કેટ હજું પણ તૈયાર છે અને તેની અંદર સારી ક્વોલિટીવાળા આઈપીઓ ઉપર દાવ લગાવવાની ભૂખ છે.
મીણાએ આગળ કહ્યું કે, તે એકલી લિસ્ટેડ કંપની છે જેની પાસે અનુભવી મેનેજમેન્ટ અને કોર્પોરેટ ગવર્નેસની ગુણવત્તાપૂર્વ પ્રેક્ટિસ છે. તેની પાસે ફોર્ચ્યુન 500 કંપનીઓનો મજબુત ક્લાઈન્ટ બેઝ છે. જો કે તેમા પણ જોખમ એ છે કે, તેની 55 રેવન્યુ માત્ર 5 ક્લાઈન્ટમાંથી જ આવે છે. કંપનીનું રેવન્યુ ગ્રોથ સ્થિર છે. જો કે તેનું માર્જિન 20 ટકા RoEની ઘણું મજબુત છે. કંપનીની ઓવરઓલ આઉટલુક બુલીશ છે. જો કે, 150 ટકાથી વધારે લિસ્ટિંગ ગેન બાદ તેનું વૈલ્યુએશન થોડું મોંઘુ લાગી રહ્યું છે. મીણાએ સલાહ આપી છે કે લોન્ગ ટર્મ રોકાણકારો લૈંટેટ વ્યુના શેર હોલ્ડ કરી શકે છે.
ટ્રેડીંગોના ફાઉન્ડર પાર્થ નયતિએ જણાવ્યું છે કે, જે લોકોને આઈપીઓ મળ્યો છે. તેમાં તેમને 450 રૂપિયાના સ્ટોપ લોસની સાથે લોન્ગટર્મ માટે હોલ્ડ કરવું જોઈએ. તેણે કહ્યું છે કે, નવા રોકાણકારોને લૈંટેટ વ્યુ એનાલિટિક્સનો સ્ટોક ખરીદવા માટે ઘટાડાની રાહ જોવી જોઈએ. ડેટા એનાલિટિક્સ ઈન્ડસ્ટ્રીના આવનારા ત્રણ વર્ષો સુધી 15-20 ટકાની વાર્ષિક દરથી વધવાની અનુમાન છે. તેની સાથે કંપનીની રેવેન્યુમાં પણ વધારો થશે.