HomeNationalખેડૂતો બાદ હવે સાધુસંત સમાજ મેદાને, આવી છે એમની માંગ

ખેડૂતો બાદ હવે સાધુસંત સમાજ મેદાને, આવી છે એમની માંગ

કૃષિ કાયદા કેન્દ્ર સરકાર પરત ખેંચ્યા બાદ હવે સાધુ સંતો પોતાની માંગને લઈને આંદોલન કરવાના મુડમાં છે. ખેડૂત બાદ હવે સાધુ સંત સમાજને આ મોકો મળી ગયો છે. કૃષિ કાયદાની વાપસીના નિર્ણયથી પ્રેરિત થઈને હવે સાધુ સંતોએ પણ આંદોલનના મંડાણ કર્યા છે. દેશના જુદા જુદા ભાગમાંથી સાધુ સંતોએ દિલ્હીના કાલકાજી મંદિરમાં મઠ મુક્તિ આંદોલનની શરૂઆત કરી દીઘી છે. સાધુ સંતોનું આ આંદોલન મંદિર તથા મઠને સરકારી નિયંત્રણમાંથી મુક્ત કરાવવા માટે કાયદાકીય માંગને લઈને છે.

સાધુ સંતોએ સ્પષ્ટ કહ્યું છે કે, જો ખેડૂત સરકારને નમાવી શકે છે તો અમે કેમ નહીં? જરૂર પડશે તો દિલ્હીમાં પણ ધામા નાંખવામાં આવશે. અખિલ ભારતીય સંત સમિતિના તત્વાવધાનમાં આયોજિત કાર્યક્રમમાં મંચ પરથી સાધુ સંતોએ કહ્યું હતું કે, જ્યારે ખેડૂત દિલ્હીના રસ્તાઓ રોકીને બેસી શકે છે અને સરકાર પાસે પોતાની માંગ મનાવી શકે છે. તો અમે સાધુસંત આવું કેમ ન કરી શકીએ? એક મીડિયા રીપોર્ટ અનુસાર મોટાભાગના સાધુસંતોએ કહ્યું હતું કે, જો સરકાર અમારી માંગ નહી સ્વીકારે તો અમે પણ દિલ્હીમાં ધામા નાખીશું. અખિલ ભારતીય અખાડા પરિષદ અધ્યક્ષ મહંત રવીન્દ્રપુરી મહારાજે સુપ્રીમ કોર્ટના એક ચૂકાદાનો ઉલ્લેખ કરીનેન મઠ મંદિર પર ગેરકાયદેસર રીતે કબજાને લઈને પોતાની નારાજગી જાહેરમાં વ્યક્ત કરી છે. મહંત રવીન્દ્ર પુરીએ કહ્યું કે, જાન્યુઆરી 2014માં સુપ્રીમ કોર્ટે તામિલનાડુંમાં નટરાજ મંદિરને સરકારી નિયંત્રણોથી મુક્ત કરાવવાના એક આદેશમાં એવું કહ્યું હતું કે, મંદિરનું સંચાલન અને વ્યવસ્થા એ ભક્તોનું કામ છે. સુપ્રીમ કોર્ટ મંદિરના પૂજારીઓ અને ભાજપ નેતા સુબ્રમણ્યિમ સ્વામીની અપીલ પર આ ચૂકાદો જાહેર કર્યો હતો. જગન્નાથ મંદિરના અધિકારવાળા કેસમાં કોર્ટે ચોખવટ કરી હતી કે, મંદિર પર ભક્તો તરફથી ચડાવવામાં આવતા ધનને સરકાર મનફાવે એમ વાપરી નાંખે છે.

એક પણ ચર્ચ કે મસ્જીદ પર રાજ્યનું કોઈ નિયંત્રણ જ નથી. કાલિકા સિદ્ધ પીઠ કાલિકાજી મંદિરના મહંત સુરેન્દ્રનાથ અવધૂત મહારાજે સરકારને કહ્યું કે, સરકાર મંદિરનું સંચાલન તરત જ સાધુ સંતના હાથમાં સોંપી દે. જો આવું ન થયું તો સમગ્ર દેશમાં સાધુ સંત આંદોલન પર ઊતરશે. બીજી તરફ ભાજપ નેતા અશ્વિની ઉપાધ્યાયે પોતાના એક ટ્વીટમાં આંદોલન શરૂ થઈ ગયું છે જેના કેટલાક ફોટો પણ પોસ્ટ કર્યા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW