ટી 20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ સામે હારી જતા ભારતની ટીમ વર્લ્ડ કપ બહાર ફેકાઈ હતી. જોકે ભારતની ટીમે આ હારનો બદલો ટી 20 સિરીઝમાં ન્યુઝીલેન્ડને 3-0થી વ્હાઈટ વોશ કરીને મેળવી લીધો છે.

વર્લ્ડ કપમાં ભારત સુપર-12માંથી જ બહાર ફેકાઈ જતા વિરાટ કોહલીના નેતૃત્વ સામે સવાલ ઉઠ્યા હતા જયારે રોહિત શર્માને કેપ્ટન બનાવવાની ચર્ચા ઉઠી હતી.હવે બીસીસીઆઇ દ્વારા કરવામાં આવેલ ફેરફારની અસર જોવા મળી છે.ટી-20 સીરીઝથી રાહુલ દ્રવિડ ટીમના મુખ્ય કોચ તરીકે જવાબદારી સોપવામાં આવી હતી.
રોહિત શર્માને ટી-20 ટીમનું સુકાન સોપવામાં આવ્યું છે.આ સાથે જ રોહીત શર્મા અને રાહુલની જોડીએ ન્યુઝીલેન્ડને ઘર આંગણેની સીરીઝમાં પરાજીત કરીને નવા કોમ્બીનેશનના ચમત્કાર સાબિત કરી દીધો હતો.કલકતાના ઈડન ગાર્ડન ખાતે રમાયેલ ત્રીજી ટી-20માં ભારત દ્વારા ન્યુઝીલેન્ડને જીતવા માટે ૧૮૫ રનનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો.જેના જવાબમાં ન્યુઝીલેન્ડની ટીમ 111 રનમાં ઓલ આઉટ થઇ ગઈ હતી. જેથી ત્રીજા મેચમાં ભારત 73 રને વિજય મેળવ્યો હતો.
આ મેચ સાથે ભારતે આ સીરીઝ ત્રણેય મેચ ભારત દ્વારા ન્યુઝીલેન્ડને હરાવી વ્હાઈટ વોશ કર્યો હતો.સાથે સાથે ભારત સામે ન્યુઝીલેન્ડના અજેય રહેવાના રેકોર્ડ પણ તૂટી ગયા છે.આમ ન્યુઝીલેન્ડ સામે ભારતે પોતાના તમામ બદલા લઇ લીધા છે.