બોલિવૂડ એક્ટર આમિર ખાન હાલમાં જ પોતાના છૂટાછેડાના સમાચારને લઈને ચર્ચામાં હતો. બીજી વખત લગ્ન તોડ્યા બાદ આમિર ફરી એકવાર સિંગલ થઈ ગયો છે. હવે બોલિવૂડમાં એવી ચર્ચા થઈ રહી છે કે, તે હવે ત્રીજા લગ્ન કરવા જઈ રહ્યો છે. મનોરંજન જગતના કોરિડોરમાં એક સમાચાર ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યા છે કે ટૂંક સમયમાં મિસ્ટર પરફેક્શનિસ્ટ ફરી એકવાર કોઈ સાથે સ્થાયી થવા જઈ રહ્યા છે.
એવી એક મીડિયા રીપોર્ટ અનુસાર દલીલ પણ કરવામાં આવી રહી છે કે અભિનેતા આવું એટલા માટે કરી રહ્યો છે કારણ કે તે નથી ઈચ્છતો કે તેની ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ને લઈને કોઈ વિવાદ ઊભો થાય. એટલું જ નહીં, પરફેક્શનિસ્ટ આમિર ખાનની ‘દંગલ’ની કો-સ્ટાર ફાતિમા સના શેખનું નામ આમિર સાથે ચર્ચામાં રહ્યું હતું. કિરણ સાથેના છૂટાછેડા થવાની ઘોષણા કર્યાના એક દિવસ પછી સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરવાનું શરૂ કર્યું. હવે સમાચાર ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યા છે. પણ ખરેખર એવું કઈ છે નહીં.
ઓગસ્ટમાં આમીર ખાને એકાએક છૂટાછેડા લઈને બધાને ચોંકાવી દીધા હતા. અભિનેતા અને તેની પત્ની કિરણ રાવે સોશિયલ મીડિયા પર એક નિવેદન જાહેર કર્યું હતું. આ મામલે કહ્યું હતું કે તેઓ પરસ્પર સંમતિથી એકબીજાથી અલગ થઈ રહ્યા છે. તેણે એમ પણ કહ્યું હતું કે તેઓ હંમેશા એક મિત્રની જેમ એકબીજાની સાથે રહેશે. સાથે મળીને પુત્ર આઝાદને ઉછેરશે. કિરણ પોતે એક ફિલ્મ પ્રોડ્યુસર છે. કિરણ એ આમિરની બીજી પત્ની હતી. બંનેએ ડીસેમ્બર 2005માં લગ્ન કર્યા હતા. આ કપલ ઈન્ડસ્ટ્રીના પરફેક્ટ કપલ્સમાંથી એક માનવામાં આવતું હતું. જે હવે રહ્યું નથી.
તેમના અલગ થવાના સમાચાર ચાહકો માટે આંચકાથી ઓછા ન હતા. બંનેને એક પુત્ર આઝાદ પણ છે. આટલું જ નહીં કિરણ રાવ આમિરની પહેલી પત્ની રીના દત્તાના બાળકો ઈરા અને જુનૈદની ખૂબ નજીક છે. તે એમનું પણ ખૂબ ધ્યાન રાખે છે. ફેન્સ હાલમાં કરીના કપૂર ખાન સાથે આમિર ખાનની આગામી ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તાજેતરમાં જ આ ફિલ્મનું બીજું પોસ્ટર રીલિઝ કરવામાં આવ્યું હતું. હવે તે જ સમયે, તેના ત્રીજા લગ્નને લઈને સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ રહી છે. સોશિયલ મીડિયા પર ફેલાયેલા સમાચાર અંગે દાવો કરવામાં આવી રહ્યો છે કે આમિર ‘લાલ સિંહ ચઢ્ઢા’ પછી તરત જ તેના લગ્નની જાહેરાત કરશે.