દિવાળી બાદ રાજ્યભરમાં ભાજપ દ્વારા સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે,તો બીજી તરફ રાજકોટ શહેરમાં જુથવાદ વકરતા સ્નેહમિલન કાર્યક્રમમાં વિવાદ થતા જૂથ વિવાદ સામે આવ્યો હતો.રાજકોટ ભાજપમાં ચાલતા વિવાદ વચ્ચે આજે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ સૌ પ્રથમ વખત રાજકોટ આવ્યા હતા અહી ભાજપ કાર્યકરોએ તેમનું જોશભેર સ્વાગત કર્યું હતું.તો પૂર્વ મુખ્યમંત્રી રૂપાણી અને સીનીયર નેતા વજુભાઈ વાળા બહાર ગામનું કારણ આપી હાજર રહ્યા ન હતા
આ અંગે પાટીલને પૂછવામાં આવતા તેમણે ભાજપમાં કોઈ જુથવાદ ન હોવાનું જણાવ્યું હતું આ સિવાય તેમણે જણાવ્યું હતું કે 2014 પછી 1,64,000 કરોડ જેવી માતબર રકમ ખેડૂતોના ખાતામાં નાખવામાં આવી છે. અમરીશ ડેરને આમંત્રણ આપ્યું નથી. પાટીદાર આંદોલનના ઘણા બધા કેસો પાછા ખેંચી લીધા છે. બીજા 78 કેસો પાછા ખેંચવાની કાર્યવાહી ચાલી રહી છે. આ દેશની અંદર લોકોએ જે ખાવું હોય તેની સ્વતંત્રતા છે. લોકો નોન-વેજ પણ ખાઈ શકે છે. પ્રતિબંધિત નથી તે વસ્તુ લોકો વેચી શકે છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં નો-રિપીટ થિયરી અપનાવવામાં આવશે.
અધ્યાપકોની ભરતીકાંડમાં જે કોઈ જવાબદાર હશે તેમની સામે કાર્યવાહી થશે. વડાપ્રધાને કૃષિના ત્રણ કાયદા પાછા ખેંચીને ખેડૂતના હિત માટે પગલું ભર્યું છે, તેના માટે કામ કરીશું. દરેક અર્થનો અનર્થ કરવામાં આવ્યો નથી. મેં કોઈ અમરીશ ડેરને આમંત્રણ આપ્યું નથી. અંબરીશ ડેર પહેલા ભાજપમાં હતા. માસ્ક અને દંડ મુદ્દે મુખ્યમંત્રી સાથે ચર્ચા કરીશું.
રાજકોટમાં જૂથવાદને લઇને વિવાદ થયો છે તેને લઇને જણાવ્યું હતું કે, મારા કાર્યક્રમમાં પણ મારી અંગે સૂચના હતી કે વધુ મોટો કાર્યક્રમ ન કરવો એ જોવાશે રાજકોટ ભાજપમાં કોઈ જૂથવાદ નથી. કમલેશ મિરાણીની આગેવાનીમાં જ ચૂંટણી લડાશે. કોઈ કોંગ્રેસના લોકોને લેવામાં આવશે નહીં. પાર્ટીના કાર્યકર્તા સમક્ષ છે. ચૂંટણી જીતવા માટે તમામ પડકારોનો સામનો કરી પાર્ટીને જીતાડવા કાર્યકરોને કામે લગાડવામાં આવશે.
તણાવની વચ્ચે આજે સીઆર પાટીલ રાજકોટ આવ્યા છે, ત્યાં આગેવાનો-કાર્યકરો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે. એરપોર્ટથી પાટીલ સીધા સર્કિટ હાઉસ પહોંચ્યા છે અને અહીં પત્રકાર પરિષદ યોજી પ્રદેશ પ્રમુખ ત્રણ-ચાર ખાનગી કાર્યક્રમમાં હાજરી આપશે. બપોરે 12.30 વાગ્યે ઇમ્પીરિયલ હોટલ ખાતે ઉદ્યોગપતિઓ સાથે મિલન યોજાશે. 3 વાગ્યે શહેર ભાજપના આગેવાનો સાથે હેમુ ગઢવી હોલ ખાતે મિલન થશે