એક તરફ પંજાબ વિધાન સભા ચુંટણી નજીક આવી રહી છે આવા સમયે પંજાબ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ નવજોતસિંહ સિદ્ધુએ એક વિવાદિત નિવેદન આપી રાજકીય માહોલ ફરી ગરમાવો લાવી દીધો છે.કરતારપુર કોરિડોરથી ગુરુદ્વારા શ્રી કરતારપુર સાહિબના દર્શન કરવા નવજોતસિંહ સિદ્ધુ અને અન્ય લોકો પાકિસ્તાન પહોચ્યા હતા જ્યાં પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનને મોટા ભાઈ કહ્યા છે.
અગાઉ પણ જ્યારે સિદ્ધુ પાકિસ્તાન ગયા હતા ત્યારે પણ પાકિસ્તાનની સેનાના જનરલ બાજવાને ભેટી પડતા વિવાદ સર્જાયો હતો. ત્યારબાદ સિદ્ધુ સામે ભારે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. એવામાં હવે તેમના આ નિવેદનને ફરી ચર્ચા જગાવી છે. સિદ્ધુની સાથે આ મુલાકાત પર મંત્રી પરગત સિંહ, અમરિન્દર સિંહ રાજા વડિંગ, કાર્યકારી મંત્રી કુલજિત નાગરા પણ ગયા હતા.
نوجوت سنگھ سدھو بھارت سے کرتار پور روانہ pic.twitter.com/9XZ76EYZC3
— Ghulam Abbas Shah (@ghulamabbasshah) November 20, 2021
વીડિયોમાં કરતારપુર પહોંચેલા સિદ્ધુ પર પાકિસ્તાનના અધિકારીઓ ફૂલ વરસાવી રહ્યા હતા. કરતારપૂરના સીઇઓએ સિદ્ધુની સ્વાગત કરતાં તેમને ફૂલોનો હાર પહેરાવ્યો હતો. તેમણે કહ્યું કે, હું વડાપ્રધાન ઈમરાન ખાનની તરફથી તમારું સ્વાગત કરું છું. આ બાબતે સિદ્ધુએ પણ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે ઈમરાન ખાન મારા મોટા ભાઈ છે. તેમણે મને ખૂબ જ પ્રેમ આપ્યો છે. પૂર્વ ક્રિકેટર અને પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ આ પહેલા પણ પાકિસ્તાનની મુલાકાત મુદ્દે વિવાદોમાં ઘેરાઇ ચૂક્યા છે.
સિદ્ધૂના વલણને જોતાં પંજાબ સરકારે કેન્દ્રીય વિદેશ મંત્રાલયને 18, 19 અને 20 નવેમ્બરે જે મંત્રીઓ અને નેતાઓની યાદી મોકલી હતી, તેમાં નવજોત સિદ્ધુનું નામ ત્રીજી યાદીમાં છઠ્ઠા સ્થાન પર હતું. જે કારણે વિદેશ મ્ણાત્રાલયે તેમને 20 નવેમ્બરે કરતારપુર જવાની મંજૂરી આપી હતી. જો કે સિદ્ધુને 18 અને 19 નવેમ્બરે કરતારપુર જવા માટેની મંજૂરી ન મળવા માટે કોંગ્રેસે વિદેશ મંત્રાલયને જવાબદાર ગણાવ્યું હતું