કોરોના વાયરસને કારણે મૃત્યુ પામનારા મૃતકના પરિવારજનોને રૂ.50,000નું વળતર ચૂકવવાના મુદ્દે ગુજરાત સરકારની સુપ્રીમ કોર્ટે ઝાટકણી કાઢી છે. આ મામલે ગુજરાત સરકારે મેળવવા થતા દાવાની ચકાસણી કરવા માટે જિલ્લા સ્તરે એક સમિતીની રચના કરી છે. આ મામલે સુપ્રીમ કોર્ટે ગુરૂવારે આકરૂ વલણ અપનાવ્યું છે. સુપ્રીમ કોર્ટે કડક શબ્દોમાં એવું કહ્યું કે, કોરોના વાયરસને કારણે જે પરિવારે યાતના ભોગવી છે. એમને ફરીવાર આવી રીતે પીડા દેવાનું બંધ કરો.
આ મામલે સુપ્રીમ કોર્ટ ખંડપીઠે રાજ્યના મુખ્ય સચિવ અને આરોગ્ય સચિવને કોર્ટમાં રૂબરૂ હાજર રહેવા માટે ચિમકી આપી હતી. આ કેસની સુનાવણી દરમિયાન જસ્ટિસ એમ.આર.શાહે ગુજરાત રાજ્ય સરકારે વળતર ચૂકવવાની મોડાલિટી સંદર્ભે તા.27 ઑક્ટોબરના રોજ જે ઠરાવ જાહેર કર્યો હતો. એ મામલે સોલિસિટર જનરલને ઉલ્લેખી ઝાટકણી કાઢી હતી. કોર્ટે તમને જે પરિવારો વળતર મેળવવા માગે છે એમને વળતર મેળવવા વિશે જે કોઈ ફરિયાદ હોય એના નીવેડા માટે જિલ્લા સ્તરની સમિતી રચવા માટે આદેશ કર્યો હતો. વળતર ચૂકવવા માટે ચકાસણી સમિતીની રચના કરવાની કોઈ જરૂર નથી. કોઈ પણ વ્યક્તિ કોવિડ પોઝિટિવનો રીપોર્ટ અને એના ત્રીસ દિવસમાં એનું મોત થયાનું ડેથ સર્ટિ. આપે તે દરેકને વળતર ચૂકવવાનો કોર્ટે આદેશસ કર્યો હતો. તો પછી ચકાસણી સમિતીનો કોઈ પ્રશ્ન જ આવતો નથી.

આ મામલે અમને ઘણી લાંબી લાઈન જોવા મળી રહી છે. ફોર્મ પણ ખૂબ જટીલ છે. અમને જે ગુસ્સો આવે છે એ વ્યક્ત કરવા માટે અમારા પાસે બીજા શબ્દો નથી. આમા અનેક એવા ગરીબ પરિવાર આવી જાય એમ છે. આ મામલે ગુજરાત અને કેન્દ્ર સરકાર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ એવું કહ્યું કે, અત્યારે રાજ્ય સરકારની સ્થિતિ પણ કથળેલી છે. સરકાર પણ આર્થિક રીતે ભીસમાં છે. જેની સામે ચીફ જસ્ટિસ નાગરત્નએ કહ્યું કે, અહીં પરિવારને માત્ર રૂ,50,000 ચૂકવવાની વાત છે.
આ પરિવારોએ તો કોરોનાની સારવાર માટે રૂ.6થી 7 લાખનો ખર્ચો કર્યો છે. ચીફ જસ્ટિસ એમ આર શાહે કહ્યું કે, પરિવારને કેટલું વળતર આપવું જોઈએ એ નિર્ણય અમે રાજ્ય સરકાર પર મૂક્યો હતો. પણ ગુજરાત રાજ્ય સરકારે રૂ.50,000ની રકમ નક્કી કરી છે. વળતર યોજના વધુને વધુ લોકો સુધી પહોંચે અને યોજના પ્રસિદ્ધ થાય એવા પણ આદેશ આપેલા હતા. પણ એવું કંઈ થયું જ નથી. આ માટે સોલિસિટર જનરલે ગુજરાત રાજ્યના સરકારી અધિકારીઓને ચોક્કસ સલાહ આપવા અને પરિવારજનોને વળતરની રકમ સરળતાથી મળી રહે એ માટે યોગ્ય પગલાં હેતું સોમવાર સુધીનો સમય આપવા માટે માંગ કરી હતી.