HomeGujaratસેલેબ્સને દાઢે વળગી ગુજરાતી થાળી,સચીન બાદ માધુરીએ માણી સ્વાદની મજા

સેલેબ્સને દાઢે વળગી ગુજરાતી થાળી,સચીન બાદ માધુરીએ માણી સ્વાદની મજા

માધુરી દીક્ષિત સોશિયલ મીડિયા પર ખાસ્સી એક્ટિવ રહે છે. માધુરી દીક્ષિતે હાલમાં જ ગુજરાતી થાળીનો સ્વાદ માણ્યો હતો અને તેના ગુજરાતી ભાણાંની ઝલક પણ ફેન્સને બતાવી હતી. માધુરી એ ઈન્સ્ટાગ્રામ પર એક વિડીયો શેર કર્યો છે. જેમાં તેની સામે ગુજરાતી વાનગીઓથી ભરેલી થાળી જોવા મળી રહી છે. થાળીમાં ગુજરાતી કાલાજાંબુ, કઢી, દાળ, બટાકાનું શાક, પાતરાં, પૂરી, અથાણું, ત્રિરંગી ઢોકળા, રોટલી, છાશ, દહીં, પાપડ, ઘારી અને અન્ય બે શાક જોવા મળી રહ્યા છે. માધુરીએ આ વિડીયો શેર કરતાં લખ્યું, “ફૂડ=પ્રેમ.❤️” આ સાથે જ ગુજરાતી થાળી, જ્યારે ગુજરાતમાં હો ત્યારે અને પ્રેમ પ્રેમ છે જેવા હેશટેગ વાપર્યા છે. ઉપરાંત ‘ગુડ ફૂડ ઈઝ ગુડ મૂડ’ એટલે સારું ભોજન મૂડ સારો બનાવે છે તેમ કહ્યું છે. તાજેતરમાં જ સચીને પોતાની પત્ની અંજલીનો બર્થ ડે ગુજરાતી થાળી જમીને સેલિબ્રેટ કર્યો હતો. જેના ફોટો સોશિયલ મીડિયા પર જોરશોરથી વાયરલ થયા હતા.

માધુરી ‘મારું મન મોહી ગયું’ ગીત પર ડાન્સ કરતી પણ જોવા મળી રહી છે. માધુરીની પોસ્ટ જોતાં લાગી રહ્યું છે કે, તે ગુજરાત આવી હશે અને અહીં તેણે ગુજરાતી થાળીનો સ્વાદ ચાખ્યો હશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW