બ્રાઝીલમાં એક રોચક કિસ્સો સામે આવ્યો છે જેમાં એક શખ્સે પહેલી પત્ની સહીત અન્ય 9 યુવતી સાથે લગ્ન કર્યા છે.આ વ્યક્તિનું નામ છે આર્થર ઓ ઓસરો આર્થર વ્યવસાયે એક મોડેલ છે.જે કહે છે કે મારા દેશમાં એક વ્યક્તિ સાથે વિવાહ પ્રથા છે જે ખત્મ કરવા માગે છે.તેને ચેલેન્જ આપવા માગું છું.આ માટે તેને પોતાની પત્ની સહીત અન્ય 8 યુવતી સાથે એક સાથે લગ્ન કર્યા
મીડિયા રીપોર્ટ મુજબ આર્થર પહેલાથી પરણેલા વ્યક્તિ છે.પત્નીનું નામ લુંઆના કજાકી છે.લુંઆના એક બ્લોગર છે. આર્થર અને લુંઆના પ્રેમ જાહેર કરવા માટે અગાઉ પણ ચૌકાઉંનાર કામ કરી ચુક્યા છે.
કેપ ડી આગ્ડે માં સેલીબ્રેટ કર્યું હનીમૂન
આર્થર અને લુઆનાએ કેપ ડી’એગડે ખાતે તેમના પ્રથમ લગ્નનું હનીમૂન ઉજવ્યું. અહીંના રહેવાસીઓ ખૂબ જ મુક્ત જીવન જીવે છે. આર્થર અને લુઆના કહે છે – અમે સમગ્ર યુરોપમાં મુસાફરી કરવા માંગીએ છીએ અને વિશ્વના એવા વિસ્તારો જોવા માંગીએ છીએ કે જ્યાં અમારા શહેર જેવી જ સ્વતંત્રતા હોય.
મહામારી દરમિયાન આ કપલ લોકો સાથે સેક્સ ટિપ્સ પણ શેર કરી રહ્યું હતું. બંને આ વિશે કહે છે અમે ઈચ્છીએ છીએ કે દરેક કપલનું લગ્ન જીવન સારું રહે. આ મહિનાની શરૂઆતમાં, લુઆના આર્થરના ગળામાં પટ્ટો બાંધીને ટ્રેન સ્ટેશનની આસપાસ ફરતી જોવા મળી હતી. આર્થરે માસ્ક પહેર્યો હતો. દંપતી સ્ટેશન થઈને એક બજારમાં પહોંચ્યું. તેણે આ ઘટનાને ખૂબ જ રોમાંચક અનુભવ ગણાવ્યો હતો.