છેલ્લા થોડા સમયથી રાજસ્થાની પોષાકમાં ખોળામાં નાના બાળકને લીઈને બેઠેલી યુવતીનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ઘણા લોકો એની સુંદરતાના વખાણ કરી રહ્યા હતા. તો કોઈ નવા મહેમાનની શુભેચ્છા પાઠવી રહ્યા હતા. સોશિયલ મીડિયા પર ફરતા થેયલા ફોટોમાં નામ લખ્યું હતુ. મોનિકા યાદવ. જેને રાજસ્થાનમાં કેટલાક લોકો અભણ અને અબુધ માની રહ્યા હતા. પણ હકીકતમાં આ મહિલા એક IAS ઓફિસર છે. IAS મોનિકા યાદવ.
પહેલી વખત કોઈ IAS અધિકારીનો સાદો અને સરળ ફોટો સામે આવ્યો છે. ઘણા બધા યુઝર્સ એને નાના બાળકના જન્મ પર શુભેચ્છા પાઠવી રહ્યા છે. વાયરલ થઈ રહેલા ફોટોનું સત્ય એ છે કે, રાજસ્થાનના સિકર જિલ્લાના શ્રીમાધોપુર તાલુકાના ગામ લિસાડિયાના એક પરિવારની દીકરી છે. જેનું નામ મોનિકા યાદવ છે. થોડા દિવસ પહેલા જ એને ત્યાં બાળકનો જન્મ થયો હતો. મોનિકા અધિકારી બન્યા બાદ પણ પોતાની સંસ્કૃતિ સાથે ખૂબ લગાવ રાખે છે. મોનિકાના લગ્ન નારનૌલના સુશિલ યાદવ સાથે થયા હતા. સુશિલ યાદવ પણ એક IAS ઓફિસર છે. હાલ તે રાજસમંદમાં SDM છે. માર્ચ 2020માં તેણે એક દીકરીને જન્મ આપ્યો હતો. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી એ તસવીર એક વર્ષ પહેલાની છે.
મોનિકા ઘણી બધી પરંપરા તથા સામાજિક રીત રીવાજમાં માની રહ્યા છે. એના પિતા હરફૂલસિંહ યાદવ પણ RAS છે. રાજસ્થાન યુનિવર્સિટીમાં સારી પોસ્ટ પર છે. હાલ IAS મોનિકા પોતાના કેરિયરમાં ધ્યાન આપી રહી છે. પ્રેગ્નેન્સી લીવ મળતા ઘરે ગયા હતા. ઈન્ડિયન રેલવે સર્વિસમાં એનું સિલેક્શન થયું હતું. કોટા ઝોનની જવાબદારી એને સોંપવામાં આવી હતી. લખનઉમાં હજું એની ટ્રેનિંગ બાકી છે. હાલમાં તે રજા પર છે. ટ્રેનિંગ પૂરી થયા બાદ તે ફરી કોટા જશે.