સાંઈ બાબાના ભક્તોની એવી માન્યતા છે કે ભગવાન સાંઈ નાથ તેમના ભક્તોની સાચી શ્રદ્ધા અને ભક્તિથી પ્રસન્ન થઈને તરત જ તેમની મનોકામના પૂર્ણ કરે છે. સાંઈ ભક્તો માને છે કે સાંઈ બાબાની સૂક્ષ્મ ચેતના દરેક જગ્યાએ બિરાજમાન છે, ખાસ કરીને સાઈ બાબા તો દેશના આ સાંઈ મંદિરમાં સાક્ષાત બિરાજમાન છે. જે કોઈ પણ આ સાંઈ મંદિરમાં સાચી શ્રદ્ધા સાથે પોતાની મનોકામનાપૂર્તિની કામના લઇને જાય છે, સાઈ બાબા તેમને કોઈને કોઈ સ્વરૂપે દર્શન આપીને તેમની ઈચ્છાઓ પૂર્ણ કરવા માટે આશીર્વાદ આપે છે. જાણો કયું મંદિર છે જ્યાં ભગવાન સાંઈનાથ સાક્ષાત બિરાજમાન છે.
ભગવાન સાંઈનાથ અહીં છે બિરાજમાન, ભક્તની દરેક મનોકામના કરે છે પૂરી
જો કે દેશમાં સાંઈ બાબાના અનેક મંદિરો છે, પરંતુ શિરડી મંદિરની વાત કંઈક બીજી છે. શિરડીના દ્વારકા માઈનું સાંઈ મંદિર એ સ્થાન છે જ્યાં સદગુરુ સાંઈ નાથ સ્વયં સાક્ષાત બિરાજે છે. મહારાષ્ટ્રના અહમદનગરમાં સ્થિત શિરડી સાંઈ બાબા મંદિર ખૂબ જ પ્રખ્યાત છે. દર વર્ષે દેશ-વિદેશથી લાખો લોકો અહીં દર્શનાર્થે આવે છે. સાંઈબાબા આ સ્થાન પર ભોજન કરતા હતા, અહીં તેઓ ધૂણી ધખાવતા હતા અને તેમના આશ્રયમાં આવેલા ભક્તોને તે જ ધૂણીનો પ્રસાદ વહેંચતા હતા. આજે પણ જે કોઈ એ ધૂણીની રાખને ગ્રહણ કરે છે, તેના બધા દુ:ખ અને પીડા દૂર થઈ જાય છે. બીજી તરફ, જ્યાં સાંઈ બાબાનું સમાધિ મંદિર છે, આ બંને સ્થાનો આસપાસમાં જ છે. આ બંને સ્થાનો શિરડીના સાંઈ મંદિર પરિસરની દક્ષિણ દિશામાં છે જેને સાંઈ બાબાના સમાધિ મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે