બોલિવુડ એક્ટ્રેસ પ્રીતિ ઝિંટા અને પતિ જીન ગુડઈનફના Gene Goodenough ઘરમાં હાલ ખુશી અને હર્ષોલ્લાસનો માહોલ છે. 46 વર્ષની પ્રીતિ ઝિંટાના ઘરે સરોગેસીથી જુડવા બાળકોનો જન્મ થયો છે. જીવનની આ સૌથી મોટી ખુશ ખબર એક્ટ્રેસે સોશિયલ મીડિયાથી ફેન્સ સાથે શેર કરી છે. પોસ્ટમાં પ્રીતિએ પોતાના બંને બાળકોના નામ ફેન્સને જણાવ્યા છે.
પ્રીતિ ઝિંટાએ સોશિયલ મીડિયા પર પતિ સાથેની તસવીર શેર કરી છે. આ સાથે સ્પેશિયલ નોટ લખીને ગુડ ન્યૂઝ આપ્યા છે. ‘હું આજે આપ તમામની સાથે અમારી સાથે જોડાયેલી એક અદ્દભુત ખબર આપવા માગુ છું. હું અને જીન અત્યંત ખુશ છે. અમારું હૃદય કૃતજ્ઞતા અને પ્રેમથી ઉભરાઈ ગયું છે, કારણ કે અમારા ઘરમાં બે જુડવા બાળકો જય ઝિંટા ગુડઈનફ (Jai Zinta Goodenough) અને જિયા ઝિંટા (Gia Zinta Goodenough) ગુડઈનફનો જન્મ થયો છે’ ‘અમે અમારા જીવનના નવા તબક્કાને લઈને અતિ ઉત્સાહિત છીએ. અમારી અતૂલ્ય જર્નીનો ભાગ બનવા માટે તમામ ડોક્ટર્સ, નર્સ અને અમારી સરોગેટનો દિલથી આભાર. તમામને ખૂબ પ્રેમ’.
પ્રીતિ ઝિન્ટાની પોસ્ટ પર કોમેન્ટ કરીને ફેન્સ અને ઈન્ડસ્ટ્રીના ફ્રેન્ડ્સ અભિનંદન પાઠવી રહ્યા છે. યૂલિયા વંતૂરે રેડ હાર્ટ ઈમોજી કોમેન્ચ કર્યા છે. તો નરગિસ ફકરીએ લખ્યું છે ‘તમે લોકો ક્યૂટ છો’. લગ્ન કર્યા ત્યારથી પ્રીતિ ઝિંટા સિલ્વર સ્ક્રીનથી દૂર છે. જો તે, તે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને ફેન્સ સાથે ઘણીવાર પોતાની તસવીરો અને વીડિયો શેર કરે છે.