Saturday, January 25, 2025
HomeGujaratભાજપનો આંતરિક જુથવાદ સપાટી પર આવ્યો, વિપક્ષનો કટાક્ષ-ત્રીજો ભાગ આવશે

ભાજપનો આંતરિક જુથવાદ સપાટી પર આવ્યો, વિપક્ષનો કટાક્ષ-ત્રીજો ભાગ આવશે

સૌરાષ્ટ્રના મહાનગર રાજકોટમાં રાજકારણ ગરમાયું છે. ખાસ કરીને ભાજપમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલો વિખવાદ સપાટી પર આવ્યો છે. રાજકોટ સિટીમાં છેલ્લા પંદર દિવસમાં બદલાયેલા સમીકરણને કારણે વિપક્ષને કટાક્ષ કરવાનો મોકો મળ્યો હતો. રાજકોટ સિટીના મેયર ડૉ. પ્રદીપ ડવના અધ્યક્ષ સ્થાને એક સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાસક અને વિપક્ષ સામસામે આવી ગયા હતા. ઉગ્રબોલાચાલી થઈ હતી.

કોંગ્રેસના નેતા વશરામ સાગઠિયાએ કહ્યું હતું કે, રાજકોટ ભાજપમાં બે ભાગ છે. હવે સી.આર.. પાટીલ રાજકોટ ત્રીજો ભાગ કરવા આવી રહ્યા છે. કોંગ્રેસ નેતા વશરામ સાગઠિયાએ સ્ટેન્ડિગ કમિટી ચેરમેન પુષ્કર પટેલ તથા ભાજપના કોર્પોરેટર પર આક્ષેપ કરતા કહ્યું કે, માંડ માંડ તમારો વારો આવ્યો છે. શાંતિથી બેસો. એક વાત એ પણ સમજી લો કે, જનરલ બોર્ડ તમારા બાપની જાગીર નથી. આ સાંભળતા જ ભાજપના કોર્પોરેટર જયમીન ઠાકર તથે સ્ટે. ચેરમેન પુષ્કર પટેલ તેમજ કોંગ્રેસના વશરામ સાગઠિયા વચ્ચે ડખો શરૂ થઈ ગયો હતો. જ્યારે સાગઠિયાએ મોબાઈલ ટાવર અંગે પણ પૂછ્યું હતું. કહ્યું કે, મોબાઈલ ટાવરનો કેટલો વેરો બાકી છે. આ કેસમાં રાજકોટના કમિશનર અમિત અરોરાએ કહ્યું કે, અત્યારે કુલ 699 જેટલા મોબાઈલ ટાવર છે. જેના લેણા પેટે વસુલાતની રકમ 158 કરોડ રૂપિયા થાય છે. જે પૈકી રૂ.4.5 કરોડની રકમ મળેલી છે. હાલમાં આ અંગે કોર્ટ કેસ ચાલી રહ્યો છે. કોર્ટના ચૂકાદા બાદ મહાનગર પાલિકા નવો નિર્ણય લઈને કામ કરશે. વિપક્ષ નેતા ભાનુબેન સોરાણીએ કહ્યું કે, હાલમાં રાજકોટ સિટીમાં રોગચાળો વકરી રહ્યો છે. શહેરમાં મચ્છરજન્ય રોગચાળો ડેંગ્યુ, ચિકનગુનિયા, મેલેરિયા તથા પાણી જન્ય રોગચાળો કમળો, ટાઈફોઈડ, મરડો, કોલેરા, તાવ, ઝાડા ઊલ્ટી, શરદી ઉધરસ સહિતના કેસમાં વધારો થયો છે. સમગ્ર રાજકોટ સિટીમાં આરોગ્ય હિતમાં મહાનગર પાલિકામાં તરફથી લેવાતા પગલાં અંગે સાચી અને સચોટ માહિતી આપો. બીજી તરફ રાજકોટ સિટીની ટ્રાફિક સમસ્યા વકરી રહી છે. જેનો નીવડો લાવવા માટે લોકહિત હેતું ચર્ચા કરવા માગીએ છીએ.

રાજકોટ મહાનગર પાલિકામાં યોજાયેલા જનરલ બોર્ડમાં ભાજપના 14 કોર્પોરેટરોએ 28 અને કોંગ્રેસના 4 સભ્યોએ 12 મળી કુલ 40 પ્રશ્ન મુકયા છે. એક બાજુ લોકો જ્યાં માસ્ક પહેરીને ન નીકળે તો દંડ ફટકારવામાં આવે છે પણ જનરલ બોર્ડમાં કોઈ જનપ્રતિનિધિના મોઢા પર માસ્ક જોવા મળ્યું ન હતું. ભાજપના મોટા ભાગના કોર્પોરેટરોને માસ્ક પહેરવું જરૂરી લાગ્યું ન હતું. ભાજપના સ્નેહમિલન કાર્યક્રમમાં થયેલા હોબાળાના પડઘા જનરલ બોર્ડમાં જોવા મળ્યા હતા. આ તકનો વિપક્ષો બરોબરનો ફાયદો ઊઠાવ્યો હતો. ગત બોર્ડની જેમ જ આ બોર્ડમાં પણ ભાજપના કોર્પોરેટરોના પ્રશ્નોથી ચર્ચા શરૂ થઈ હતી. ક્રમ 1 થી 14 સુધી ભાજપના અને 15 થી 18 ક્રમ પર વિપક્ષના સવાલ રહેલા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
47,783FollowersFollow
2,590SubscribersSubscribe

TRENDING NOW