Sunday, January 26, 2025
HomeGujaratદ્વારકામાંથી ઝડપાયેલ ડ્રગ કેસના વધુ 4 આરોપી મોરબી કોર્ટ રજુ, 28મી સુધીના...

દ્વારકામાંથી ઝડપાયેલ ડ્રગ કેસના વધુ 4 આરોપી મોરબી કોર્ટ રજુ, 28મી સુધીના રિમાન્ડ પર

મોરબીના ઝીંઝુડા ગામમાં ગત રવિવારે એટીએસની ટીમે 593 કરોડના ડ્રગ્સસાથે ત્રણ આરોપીઓને ઝડપી લીધા બાદ મોરબીની કોર્ટે 12 દિવસના રિમાન્ડ પર મોકલી દીધા હતા.ધીમે ધીમે આ કેસમાં ડ્રગ્સના અલગ અલગ રાજ્યમાં પણ કનેક્શન ખુલી રહ્યા છે. બે દિવસ પહેલા પંજાબના ૫ આરોપીઓને ઝડપાયા હતા

આ ઉપરાંત અગાઉ ઝડપાયેલ ત્રણેય આરોપીની પુછપરછ કરતા તેઓએ વધુ 4 શખ્સના નામ ખોલ્યા હતા. નાવદ્રામાં આવેલ અનવર ઉર્ફે અનુ મુસા પટેલીયાના ઘરમાંથી 120 કરોડની કિમતના 24 કિલો ડ્રગ્સ પકડી પાડ્યો હતો.તેમજ અનવર ઉર્ફે અનુ મુસા પટેલીયા, ઇકબાલ અલી મિયા સૈયદ,રાજસ્થાનના અરવિંદ કુમાર ચુનીલાલ યાદવ હુસેન ઇશા રાવને ઝડપી લીધા હતા. બાદમાં આજે આરોપીઓને ચેતક કમાન્ડોની ટીમના બંદોબસ્ત સાથે મોરબીની સ્પેશ્યલ કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા.એટીએસ દ્વારા આ મુદામાલ કોને આપવાનો હતો. બીજા કેટલા લોકો તેની સાથે જોડાયેલ છે.અગાઉ પણ ડ્રગ્સ મગાવેલ છે કે કેમ સહીતના અલગ અલગ 10 મુદા રજુ કરવામાં આવ્યા હતા. સરકારી વકીલ સંજય દવેની દલીલ આધારે કોર્ટે તા 28 સુધીના રિમાન્ડ મંજુર કર્યા હતા. જે બાદ આરોપીઓને અમદાવાદ લઇ જવામાં આવ્યા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
47,783FollowersFollow
2,590SubscribersSubscribe

TRENDING NOW