મંગળવારે બજારમાં બેંકીંગ, મેટલ, ફાર્મા, તેલ અને ગેસના શેરો ઉપર દબાણ હતું. તો આટો ઔક આઈટી શેરોને પણ બજારમાંથી સપોર્ટ મળ્યો હતો. વિદેશી બ્રોકર્સે આ સ્ટોક્સના ટારગેટને વધારી દીધો છે. ત્યારે જાણો આ પૈકીનો કોઈ સ્ટોક્સ તમારી પાસે તો નથીને.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો
અલટ્રા ટેક સીમેન્ટ ઉપર Credit Suisseને આઉટપરફોર્મ રેટીંગ આપ્યું છે. અને તેનો ટારગેટ 8,600 રૂપિયાથી વધારીને 9,250 રૂપિયા કરી દીધો છે. તો બીજી તરફ હિન્દાલકો ઈન્ડસ્ટ્રીઝ ઉપર સીટીએ બાયનું રેટીંગ આપતા તેનો ટારગેટ વધારીને 580 રૂપિયા કરી દીધો છે. આ ઉપરાંત ઓએનજીસી ઉપર જેપી મોર્ગને બાયનું રેટીંગ આપીને તેનો ટારગેટ 190 રૂપિયાથી વધારીને 212 રૂપિયા કરી દીધો છે.
અપોલો હોસ્પિટલ ઉપર Credit Suisseને આઉટપરફોર્મ રેટીંગ આપ્યું છે અને તેનો ટારગેટ વધારીને 5800 રૂપિયા કરી દીધો છે. અશોક લેલન્ડ ઉપર Jefferiesએ બાયનું રેટીંગ આપ્યું છે. તેનો ટારગેટ 150 રૂપિયાથી વધારીને 175 રૂપિયા કરી દીધો છે. આ ઉપરાંત એલએન્ડટી ઉપર Credit Suisseએ આઉટપરફોર્મ રેટીંગ આપ્યું છે અને તેનો ટારગેટ 2200 રૂપિયાથી વધારીને 2450 રૂપિયા કરી દીધો છે. આ ઉપરાંત Va Tech Wabag ઉપર Nomuraએ બાયનું રેટીંગ આપ્યું છે. તેમજ તેનો ટારગેટ વધારીને 581 રૂપિયા કરી દીધો છે.