HomeGujaratવીજલાઈન મુદે હળવદના 15 ગામના ખેડૂતોએ અર્ધનગ્ન થઇ કર્યો વિરોધ

વીજલાઈન મુદે હળવદના 15 ગામના ખેડૂતોએ અર્ધનગ્ન થઇ કર્યો વિરોધ

મોરબી જીલ્લામાં આવેલ હળવદ મામલતદાર કચેરી ખાતે હળવદ તાલુકાનાં 15 ગામના ખેડૂતો ભેગા થયા હતા અને કચ્છના લાકડિયાથી વડોદરા સુધીની વિજ લાઇન પથરવાનું કામ હાલમાં ચાલી રહ્યું છે તેમાં હળવદ, રાણેકપર, ઢવાણા, પ્રતાપગઢ, સુરવદર, માનસર સહિતના ખેડુતોને પૂરતું વળતર કંપની દ્વારા આપવામાં આવી રહ્યું નથી જેની અત્યાર સુધીમાં અનેક વખત સીએમ સુધી રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં ન્યાય મળ્યો નથી. જેથી કરીને ખેડૂતોએ આજે મામલતદાર કચેરી પાસે અર્ધનગ્ન થઈને વિરોધ વ્યક્ત કર્યો હતો અને હાલમાં વધુ એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે. અને જો ન્યાય નહિ કરવામાં આવે તો અંત સુધી લડી લેવાની તૈયારી ખેડૂતો દ્વારા કરવામાં આવી છે.

ખેડૂતોની આવકને બમણી કરવાની વાતો સરકાર દ્વારા કરવામાં આવી રહી છે જો કે સરકારી અધિકારીઑ દ્વારા ખેડૂતોને પાયમાલ કરવા માટેની વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી હોય તેવો ઘાટ મોરબીમાં જોવા મળી રહ્યો છે જેથી કરીને મોરબી જીલ્લાના હળવદ તાલુકાનાં ખેડૂતો આજે હળવદ તાલુકા મામલતદાર કચેરીએ ખેડૂતો અર્ધનગ્ન અવસ્થામાં પહોચ્યા હતા અને ખેડૂતના કહેવા મુજબ કચ્છના લાકડિયાથી વડોદરા સુધીની વિજલાઇન પથરવાનું કામ ચાલી રહ્યું છે જેમાં હળવદ, રાણેકપર, ઢવાણા, પ્રતાપગઢ, સુરવદર, માનસર સહિતના ખેડુતોને પૂરતું વળતર કંપની દ્વારા આપવામાં આવી રહ્યું નથી તેમને જણાવ્યા પ્રમાણે હાલમાં કચ્છ જીલ્લામાં ખારી જમીન માટે જે વળતર આપવામાં આવી રહયું છે. તેના કરતાં પણ ઓછું વળતર હળવદની ઉપજાઉ જમીન માટે આપવામાં આવી રહ્યું છે જે ખરેખર અન્યાય સમાન છે.

અગાઉ કલેક્ટર સહિતના અધિકારીઓને રજૂઆત કરવામાં આવી છે તો પણ ખેડૂતોની વાતને સાંભળવામાં આવી રહી નથી જેથી રોષે ભરાયેલા ખેડૂતોએ આજે હળવદ મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા હતા અને ખેડૂતોએ અર્ધનગ્ન અવસ્થામાં વિરોધ કરીને વીજલાઇન પાથરતી કંપની દ્વારા તેઓને પુરતું વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે વધુમાં ખેડૂતોએ જણાવ્યુ છે કે, 765 કે.વી. વિજલાઇન અને જેટકોની લાઇન પસાર થતા ખેડુતોની આજીવીકા છીનવાઇ જાય તેવો ઘાટ છે.

માટે ખેડૂતોને પૂરું વળતર કંપની દ્વારા આપવામાં આવે તે અનિવાર્ય છે અને આજે અર્ધનગ્ન અવસ્થામાં હળવદ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવા માટે આવેલા ખેડૂતો દ્વારા એવી પણ ચિમકી ઉચ્ચારવામાં આવી છે કે જો આ 15 ગામના ખેડૂતોને પુરતા પ્રમાણમાં કંપની તરફથી વળતર આપવામાં નહીં આવે તો આગામી સમયમાં આવનાર સરપંચની ચૂંટણીઓનો તેમના દ્વારા બહિષ્કાર કરવામાં આવશે તેવી ચીમકી ખેડૂતોએ ઉચ્ચારી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW