હૈદરાબાદમાં ટ્રાફિક પોલીસે એવા વ્યક્તિને પકડ્યો છે. જેનું અત્યાર સુધીમાં 117 વખત ચલણ કપાયું છે. એક સરપ્રાઈઝ ચેકિંગ દરમિયાન હૈદરાબાદ ટ્રાફિક પોલીસે એક વ્યક્તિને પકડ્યો હતો. જે છેલ્લા સાત વર્ષથી 117 ચલણનું ચૂકવણું કરતો ન હતો. દર વખતે તે પોલીસ સાથે બનાવગીરી કરવામાં સફળ થઈ જતો. પણ આ વખતે પકડાઈ ગયો હતો. અત્યાર સુધીમાં એને રૂ.30,000નો આર્થિક દંડ થયો છે. આ વ્યક્તિની ઓળખ ફરીદ ખાન તરીકે થઈ છે.
જે સ્કૂટી ચલાવી રહ્યો છે. એને રૂ.30,000નો આર્થિક દંડ થયો છે. તે નામપલ્લી પાસે હેલમેટ પહેરીને ગાડી ચલાવતો હતો ત્યારે પકડાઈ ગયો હતો. જ્યારે ટ્રાફિક પોલીસે એને પકડ્યો, એના રજીસ્ટ્રેશનની તપાસ કરવામાં આવી ત્યારે ખ્યાલ આવ્યો કે, એની ગાડી પર રૂ.29720 નો આર્થિક દંડ છે તેમજ 117 ચલણ ફાટ્યા છે. છેલ્લા સાત વર્ષથી તેણે એક પણ ચલણનો આર્થિક દંડ ભર્યો નથી. પોલીસે એની ટુ વ્હીલર જપ્ત કરી લીધી છે. આ આર્થિક દંડ ભરી જવા અને વાહન લઈ જવા માટે પોલીસે એને કહ્યું છે. ખાનને એક કાયદાકીય નોટિસ પણ મોકલવામાં આવી હતી. જેમા એવું કહેવામાં આવ્યું કે, ચલણ ભરો અન્યથા વાહન જપ્ત થઈ જશે. પોલીસે એનું વાહન જપ્ત કરી લીધું છે અને નોટિસ ફટકારી છે. પોલીસે એવું પણ સ્પષ્ટ કર્યું છે કે, વાહન પરત જોઈતું હોય તો વ્યાજ સહિત આર્થિક દંડનું ચૂકવણું કરી જાવ. મોટર વાહન અધિનિયમ અનુસાર જો કોઈ વ્યક્તિનું 10થી વધારે વખત ચલણ કપાયું હોય અને આર્થિક દંડ ન ભર્યો હોય તો પોલીસ એ વાહન જપ્ત કરી શકે છે. ઈ ચલણની વેબસાઈટ અનુસાર વર્ષ 2014થી મોટાભાગના ચલણ હેલમેટ વગર અથવા ખોટી રીતે પાર્ક કરાયા હોય તો ચલણ કપાય છે.
આ સિવાય ફેસમાસ્ક ન પહેર્યું હોય તો પણ ચલણ કાપવામાં આવે છે. આ સિવાય રોંગ સાઈડમાં વાહન હંકારવામાં આવે તો પણ ચલણ કપાય છે. પણ હૈદરાબાદમાં આ કિસ્સો સામે આવતા મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બની રહ્યો છે. સોશિયલ મીડિયા ઉપર પણ આની જોરશોરથી ચર્ચા થઈ રહી છે. મહાનગરમાં મનફાવે એમ ગાડી હંકારનારાઓ માટે લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. ખાસ કરીને ચલણ ન ભરનારા માટે આ કિસ્સો પણ ઉદાહરણ રૂપ છે.