જ્યારે પણ આપણે કોઈને ફોન કરીએ છીએ, તે પહેલા આપણે નંબરનું વેરિફિકેશન કરીએ છીએ અને તપાસીએ છીએ કે નંબર 10 આંકડાનો છે કે નહીં? જો ભૂલથી 9 અથવા 11 અંકનો નંબર ડાયલ કરો છો, તો ફોનની રિંગ નથી વાગતી. શું તમે જાણો છો કે મોબાઈલ નંબર માત્ર 10 અંકનો જ કેમ હોય છે અને તેની પાછળનું કારણ શું છે?
ભારતમાં 10-અંકનો મોબાઈલ નંબર હોવા પાછળ સરકારની નેશનલ નંબરિંગ સ્કીમ એટલે કે NNP છે. જો મોબાઈલ નંબર એક ડિજિટનો હોય તો 0 થી 9 સુધી માત્ર 10 અલગ-અલગ નંબર જ બની શકે છે. જે પછી કુલ 10 નંબરો જ બનશે અને માત્ર 10 લોકો જ તેનો ઉપયોગ કરી શકશે. બીજી તરફ 2 અંકનો મોબાઈલ નંબર હોય તો પણ 0 થી 99 સુધીના 100 નંબર જ બનાવી શકાશે અને માત્ર 100 લોકો જ તેનો ઉપયોગ કરી શકશે.
હાલમાં દેશની વસ્તી લગભગ 130 કરોડ છે. જો નવ નંબરનો મોબાઇલ નંબર વપરાતો હોત તો ભવિષ્યમાં તમામ લોકોને નંબર ફાળવી શકાય નહીં. તે જ સમયે, જ્યારે 10-અંકનો મોબાઇલ નંબર બનાવવામાં આવે છે, તો ગણતરી અનુસાર એક હજાર કરોડ વિવિધ નંબરો બનાવી શકાય છે. આ જ કારણ છે કે ભવિષ્યમાં નંબરોની વધતી માંગને ધ્યાનમાં રાખીને 10 અંકનો મોબાઈલ નંબર કરવામાં આવ્યો હતો.
વર્ષ 2003 સુધી દેશમાં માત્ર 9 અંકના મોબાઈલ નંબર હતા. પરંતુ વધતી વસ્તીને જોતા ટ્રાઈએ તેને વધારીને 10 અંકોનો કરી દીધો.