કોરોના મહામારી બાદ જે રીતે ઉધોગ ધંધા બંધ થયા જેના કારણે ઉત્પાદન ઠપ્પ થયું તેના કારણે વિશ્વ ભરમાં મોંઘવારીએ જેટ ગતિએ આગળ વધવાની શરુઆત કરી છે ભારતના લોકો આ ૬ પ્રકારની મોંઘવારી સામે હાલ ઝઝૂમી રહ્યો છે
ખાદ્ય ચીજ વસ્તુઓના વધતા ભાવ
ભારતમાં ખાદ્ય ચીજવસ્તુઓની મોંઘવારીની મારે દરેકના ખિસ્સાને મોટા પાયે અસર કરી છે. છેલ્લા કેટલાક મહિનાઓથી શાકભાજી,ડેરી પ્રોડક્ટ,ફળના ભાવ તેજ ગતિએ વધી છે.આં ખાદ્ય મોંઘવારી ઓક્ટોબરમાં વધીને 4.48 ટકા થઇ ગઈ તો જથ્થાબંધ કિમત આધારિત મદ્રા દર મુખ્ય રૂપે વિનિમય ઉત્પાદન અને કાચા તેલમાં આવેલ કિમતના ભાગરૂપે 12.54 ટકા થઇ ગઈ છે
મોંઘી થઇ હોસ્પિટલ અને દવા
ભારતમાં હાલ મેડીકલ મોંઘવારી દર પણ આકાશ આંબી રહ્યો છે.જો ઘરમાં કોઈ વ્યકિત બીમાર પડે તો લોકોના ઘરનું આર્થિક બજેટ વેરવિખેર કરી રહ્યું છે સાથે સાથે લોકોને માનસિક રીતે પણ હતાશ બનાવી રહ્યું છે.જોકે આ મોંઘવારી પર કાબુ મેળવવા સરકારે થોડી ઘણી દવાઓની કિમતમાં ઘટાડો કર્યો જન ઔષધી કેન્દ્ર ખોલ્યા છતાં લોકો હજુ પણ મોંઘી સારવાર હેઠળ છે.
શિક્ષણ બન્યું મોંઘુ
આજના ૨૧મી સદીમાં આપણે બાળકોને શિક્ષણ આપવા વિશે વિચાર પણ આપણને ગંભીર બનાવી રહ્યો છે. શાળાઓની ફી પુસ્તકોના ખર્ચ કોચિંગ સહીત તમામ બાબતો મોંઘી થઇ છે આ મોઘવારીમાં 10થી 12 ટકાનો વધારો થયો છે
રહેણાંક મકાન પણ થયા મોંઘા
માણસની સૌથી મોટી ત્રણ જરૂરિયાત રોટી કપડા મકાન છે ઘર બનાવવા જરૂરી ચીજ વસ્તુ જેવી કે જમીન,સિમેન્ટ ,ઈંટ લોખંડ સહિતની તમામ ચીજવસ્તુઓના વધેલા ભાવે મકાન ખુબ મોંઘા કરી દીધા છે. આરબીઆઈના મતે વિત વર્ષ 2021ના ચોથા ક્વાટરમાં પ્રોપર્ટીના ભાવમાં 2.7 ટકા વધ્યા છે.
રોજીંદી જીવન શૈલી પણ મોંઘવારી
લોકડાઉન ખુલ્યા પછી લોકોના જીવ શૈલીમાં મોટા પાયે ફેરફાર આવ્યો છે.હરવા ફરવા સિનેમા જેવી બાબતોમાં મોટા પાયે ઘટાડો આવ્યો છે.ટીકીટના વધતા ભાવ મોઘા હોટેલના ભાડા પણ મોટી અસર કરી રહ્યા છે.મોબાઈલ ફોન કે અન્ય ગેઝેટ પણ મોંઘા થયા છે.