રાજ્યમાં ધીમે ધીમે શિયાળો જામી રહ્યો છે. અમદાવાદ સહિતના શહેરોમાં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે. ખાસ કરીને રાજ્યનું પાટનગર ગાંધીનગર ઠંડુગાર અનુભવાઈ રહ્યું છે. અમદાવાદમાં પણ ઠંડા પવનોના કારણે વહેલી સવારે ટાઢોડું ફીલ થઈ રહ્યું છે. અત્યારે ફૂલ ગુલાબી ઠંડીમાં લોકો સવારના સમયે પરિવારજનો મિત્રો સાથે મોર્નિંગ વોક કરતા નજરે પડ્યા છે.
અમદાવાદના બજારમાં ગરમવસ્ત્રોનું પણ આગમન થયું છે…અમદાવાદ સહિત દરેક નાના સિટીમાં તિબેટીયન માર્કેટમાં ખરીદી માટે લોકો આવી રહ્યા છે. અમદાવાદમા ગરમ કપડાના વેચાણ માટે 30 વર્ષથી ખાસ તિબેટીયન બજાર ભરાય છે.શિયાળા દરમિયાન તિબેટીયન લોકો વેપાર કરવા પરિવાર સાથે અમદાવાદ આવે છે.
કોરોનાને કારણે બે વર્ષ વેપાર બંધ રહ્યા બાદ આ વર્ષે ફરી શહેરમાં તિબેટીયન બજાર શરૂ થયું છે.જોકે પહેલા 125થી 130 જેટલા વેપારીઓ વેપાર કરવા આવતા હતા. પરંતુ કોરોનાને કારણે આ વર્ષે વેપારીઓની સંખ્યામા ઘટાડો થયો છે..આ વર્ષે માત્ર 80 પરિવાર અમદાવાદમાં વેપાર કરવા આવ્યા છે. શિયાળો શરૂ થતાં જ દિવસ કરતા રાત વધારે ઠંડી અનુભવાઈ રહી છે. જ્યારે બપોરે તડકો વધુ કૂણો લાગી રહ્યો છે. જ્યારે સાંજે અંધારું વહેલું થઈ રહ્યું છે.