હળવદના પંચમુખી ઢોરા વિસ્તારમાં મોડીરાત્રે હત્યાનો બનાવ બન્યો છે જેમાં તિક્ષ્ણ હથિયારના ઘા મારી આધેડની હત્યાનો બનતા પોલીસ ઘટના સ્થળે દોડી લાશને પીએમ અર્થે ખસેડી તેમજ લોહીના સેમ્પલો લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બનાવ અંગે મળતી માહિતી મુજબ મુળ સાપકડાના જેમાભાઈ રૂપાભાઈ કોળી ઘણા વર્ષોથી હળવદના પંચમુખી ઢોરા વિસ્તારમાં અપરણિત ભાઈઓ માતા સાથે રહેતા હતા જેમાં થોડા દિવસો પહેલાં જ માતાનું મૃત્યુ પામ્યા હતા અને ત્યારબાદ મોડીરાત્રે તિક્ષ્ણ હથિયારના ઘા મારી જેમાભાઈ કોળીની હત્યા થતાં આજુબાજુ વિસ્તારના લોકો એકઠાં થઈ ગયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી હળવદ પીઆઈ એ.એ જાડેજા તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી લાશને પીએમ અર્થે ખસેડીને લોહીના સેમ્પલો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
જ્યારે આજુબાજુના વિસ્તારમાંથી એકઠાં થયેલા લોકોએ બાજુમાં રહેતાં પરીવારજનોએ જ હત્યા કરી હોવાની આશંકા વ્યક્ત કરી હતી અને ત્યાં પણ લોહીના ડાઘા હોવાનું જણાવ્યું હતું જોકે લોહીના ડાઘા કોના છે અને કેવીરીતે પડ્યાં તે પોલીસ તપાસ બાદ જ બહાર આવશે હાલતો હત્યાનો બનાવ બનતા બે અપરણિત ભાઈઓમાં એક ભાઈ ચોધાર આંસુઓ રડી પડ્યો હતો અને પોલીસ દ્વારા જુદી જુદી દિશામાં તપાસ હાથ ધરી હતી.