કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે શનિવારે નાગરિક ઉડ્ડયન મંત્રાલયને સૂચના આપી છે કે, એક વર્ષ કરતા વધારે સમયથી બે કલાકથી ઓછી કલાકની ઉડાનોમાં ભોજન પીરસવાનું ફરીથી શરૂ કરી શકાય છે. સ્વાસ્થ્ય મંત્રાલયે તેમ પણ જણાવ્યું હતું કે, અહીંયાની ઉડાનોમાં ચાલકદળોના સદસ્યોએ પ્રોટેક્ટીવ ગાઉન પહેરવાની જરૂરત નથી. પરંતુ ગ્લોવ્ઝ, માસ્ક અને ફેસ શીલ્ડ પહેરવાનું યથાવત રહેશે. જો કે, નાગરિક ઉડ્ડયન મંત્રાલયે વર્તમાન નિયમોમાં સંશોધન માટે ઈનપુટ માગ્યુ હતુ. જે બાદ સ્વાસ્થ્ય મંત્રાલયે તેમને આ જાણકારી આપી હતી.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો
વર્તમાન નિયમો હેઠળ એરલાઈનોએ આ ઉડાનોમાં ભોજન પીરસવાની અનુમતિ હતી નહીં. જેનો સમયગાળો બે કલાકથી ઓછો છે. આ પ્રતિબંધ 15 એપ્રીલથી લાગુ કરવામાં આવ્યો હતો. આ જ દિવસોમાં વિતેલા વર્ષમાં 25 મેના રોજ કોરોના વાયરસના પ્રસારને રોકવા માટે કરવામાં આવેલા લોકડાઉન બાદ ઘરેલુ ઉડાન સેવાઓને ફરીથી શરૂ કરી હતી. તો મંત્રાલયે કેટલીક શરતોને આધીન ઉડાનોમાં ભોજન પીરસવાની પરવાનગી આપી હતી.
એક મીડિયા રીપોર્ટના જણાવ્યા પ્રમાણે કોરોના વાયરસના દૈનિક કેસોની સંખ્યામાં ઘટાડો આવ્યો છે જેને ધ્યાને રાખીને નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ઘરેલુ ઉડાનોમમાં ઓન-બોર્ડ ભોજન સેવાની સમીક્ષા કકરી રહી છે અને વર્તમાન નિયમોમાં સંશોધન માટે સ્વાસ્થ્ય મંત્રાલય પાસેથી ઈનપુટ માગ્યું હતું. સ્વાસ્થ્ય મંત્રાલયે હવે સુચના આપી છે કે, બે કલાકથી ઓછા સમયની ઉડાનોમાં ભોજન પીરસવાનું ફરીથી શરૂ કરી શકાય છે અને ચાલક દળના સદસ્યોને પીપીઈ કીટ પહેરવાની આવશ્યક્તા નથી પરંતુ હેન્ડ ગ્લોવ્ઝ, માસ્ક અને ફેસ શીલ્ડ પહેરવાનું યથાવત્ત રહેશે.
પરિવહન, પર્યટન અને સંસ્કૃતિ વિભાગ સાથે સંબંધિત સ્થાયી સમિતિએ શુક્રવારના રોજ વર્તમાન પરિદ્રશ્યમાં નાગરિક ઉડ્ડયન ક્ષેત્રને પ્રભાવિત કરનારા મુદ્દો ઉપર ચર્ચા કરવા માટે બેઠક કરી હતી. સદસ્યોએ વિમાનન અધિકારીઓની બેઠકમાં વિમાનનું ભાડુ અને મુલ્ય સીમા સંબંધિત ઘણા સવાલો પુછ્યાં હતાં. જેમાં નાગરિક ઉડ્ડયન મંત્રાલયના સચિવ પણ સામેલ હતા. ઘણા સદસ્યોએ પુછ્યું હતું કે ઉડાનો ઉપર હજુ પણ પાબંદી કેમ છે અને ઉડાનોને સામાન્ય કાર્યક્રમ ફરીથી ક્યારે શરૂ થશે.
માનવામાં આવી રહ્યું છે કે, બેઠકમાં નાગરિક ઉડ્ડયન સચિવ રાજીવ બંસલે સમિતિને જણાવ્યું હતું કે, મુલ્ય સીમા કોરોના કેસોમાં ઉત્તાર ચઢાવના કારણે હતો જે હજુ પણ લાગુ છે અને નજીકના ભવિષ્યમાં સંબંધિત મંત્રાલયો દ્વારા એક નિશ્ચિતતા કરવામાં આવે. સદસ્યોએ ટિકીટની ઉંચી કિંમત અને સરકારનો તેનો ઉપર નિયંત્રણ નહી હોવાના કારણે ચિંતા વ્યક્ત કરી હતી. મંત્રાલયના અધિકારીઓએ સમિતિને જણાવ્યું હતું કે, વિમાનના ઈંધણમાં વૃદ્ધિ સહિત ઘણા એવા કારણો છે જેના કારણે ટિકીટના દરોમાં વૃદ્ધિ થઈ છે.