ડેન્ગ્યુનો ડંખ હવે દરેક રીતે લોકો માટે ઘાતક સાબિત થઈ રહ્યો છે. તેનાથી દર્દીઓના ઓર્ગન ફેલ થઈ રહ્યાં છે પરંતુ હવે બ્લેક ફંગસ (મ્યુકરમાયકોસિસ) પણ થઈ રહ્યું છે. ફંગસના કારણે ગ્રેટર નોઈડા નિવાસી તાલિબની આંખો ચાલી ગઈ છે. ડોક્ટરોનું કહેવું છે કે, આ એક દુર્લભ કિસ્સો છે. જેમાં ડેન્ગ્યુના કારણે બ્લેક ફંગસ થાય છે.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો
તાલિબને બે સપ્તાહ પહેલા જ ડેન્ગ્યુ થયો હતો. કેટલાક દિવસો પહેલા તેણે આંખોમાં પરેશાની મહેસુસ કરી હતી. તાલિબને સમજાઈ ગયું હતું કે આ કોઈ સામાન્ય સમસ્યા નથી જે સ્વસ્થ થઈ જશે. પરંતુ શનિવારે સવારે અચાનક તેની આંખોની રોશની ચાલી ગઈ. તે સારવાર માટે અપોલો હોસ્પિટલમાં પહોંચ્યો હતો. હોસ્પિટલના ઈએનટી વિભાગના તબીબ અતુલ આહુજાએ જણાવ્યું હતું કે, તાલિબે જ્યારે સારવાર માટે હોસ્પિટલે સારવાર માટે પહોંચ્યો ત્યારે તેની આંખોની રોશની સમગ્ર રીતે જઈ ચુકી હતી.
રોશની જવાના કારણની તપાસ કરી તો દર્દીની આંખમાં બ્લેક ફંગસ થઈ ગયું હોવાનું સામે આવ્યું હતું. આ એક હૈરાન કરનારો કેસ સામે આવ્યો છે. કારણ કે બ્લેક ફંગસ સામાન્ય રીતે તે દર્દીને થાય છે જેને ડાયાબીટીઝ કે કોઈપણ પ્રકારની બિમારી દરમયાન વધારે માત્રામાં સ્ટેરોઈડ આપવામાં આવ્યું હોય. પરંતુ આ દર્દીને આવી કોઈ સમસ્યા ન હતી. અહીંયા 15 દિવસપહેલા જ ડેન્ગ્યુથી સ્વસ્થ થયા છે. જો કે આ દરમયાન દર્દીને પ્લેટલેટ્સ ઘણા ઓછા થઈ ગયાં હતાં. જેના કારણે તેની અસર ઈમ્યુનિટી ઉપર પડી હતી. આ જ કારણે તેને મ્યુકરમાયકોસિસ થઈ ગયું છે.
તબીબોએ જણાવ્યું હતું કે, હાલમાં દર્દી હોસ્પિટલમાં દાખલ છે અને વિશેષ તબીબોની નજર હેઠળ તેની સારવાર કરવામાં આવી રહી છે. ડોક્ટરે કહ્યું છે કે, કોરોના બાદ બ્લેક ફંગસના ઘણા કેસ સામે આવ્યાં હતાં. પરંતુ છેલ્લા બે મહિનામાં આવા કેસ સામે આવ્યા ન હતા. પરંતુ હવે ડેન્ગ્યુ બાદ ફંગસના કેસ સામે આવતા એક ચિંતા સતાવી રહી છે. કારણ કે બ્લેક ફંગસ એક ઘાતક સંક્રમણ છે. આ ફંગસ નાક, સાઈનસ, આંખ અને મગજને ટિશ્યુની ઝડપથી નુકશાન પહોંચાડે છે. તેની સારવારમાં થોડી પણ રાહ ગંભીર સમસ્યાનું કારણ બની શકે છે.