Sunday, January 26, 2025
HomeSportsન્યુઝીલેન્ડ સામે પહેલા ટેસ્ટ મેચ માટે ટીમની જાહેરાત, આ ચાર દિગ્ગજોને મળ્યો...

ન્યુઝીલેન્ડ સામે પહેલા ટેસ્ટ મેચ માટે ટીમની જાહેરાત, આ ચાર દિગ્ગજોને મળ્યો આરામ

17નવેમ્બરથી ભારતીય ટીમ ન્યુઝીલેન્ડ સામે ન્યુઝીલેન્ડની જમીન ઉપર જામશે આ દરમયાન બંને ટીમો ત્રણ ટી-20 મેચ અને બે ટેસ્ટ મેચોની સીરીઝ રમશે. પહેલા ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી દીધી છે. રોહિત શર્મા અને વિરાટ કોહલી ટીમનો ભાગ નહીં હોય. અજિંક્ય રહાણે ટીમની કમાન સંભાળશે તો ચેતેશ્વર પુજારાને ટીમમાં વાઈસ કેપ્ટન બનાવાયો છે. વિરાટ કોહલી બીજા ટેસ્ટ મેચમાં ટીમની સાથે જોડાશે અને કેપ્ટનશીપ સંભાળશે.

પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો

ટીમમાં કોનો સમાવેશ

અજિંક્ય રહાણે (કેપ્ટન), ચેતેશ્વર પુજારા, કેએલ રાહુલ, મયંક અગ્રવાલ, શુભમન ગિલ, શ્રેયસ અય્યર, રિદ્ધિમાન સાહા, કે એસ ભરત, રવિન્દ્ર જાડેજા, આર અશ્વિન, અક્ષર પટેલ, જયંત યાદવ, ઈશાંત શર્મા, ઉમેશ યાદવ, મોહમ્મદ સિરાઝ, પ્રસિદ્ધ કૃષ્ણા.

હનુમા વિહારીને ટેસ્ટ ટીમમાંથી બહાર કરવામાં આવ્યો છે. તેણે ભારત માટે છેલ્લો ટેસ્ટ 2021માં ઓસ્ટ્રેલીયા પ્રવાસ દરમયાન રમ્યો હતો. ત્યારે સિડનીમાં હૈમસ્ટ્રિંગની ઈજા બાદ પણે તેણે બેટીંગ શરૂ રાખ્યું હતું. હનુમાએ 161 બોલમાં 23 રન બનાવ્યાં હતા. તેણે અશ્વિનની સાથે મળીને ટીમ ઈન્ડિયા માટે મેચ બચાવ્યો હતો.

વિહારીએ અત્યારસુધીમાં 12 ટેસ્ટ મેચ રમ્યાં છે. જેમાં તેણે 32.84ની સરરેશથી 624 રન બનાવ્યાં છે. તેણે એક સદી અને ચાર અડધી સદી પણ ફટકારી છે. વિહારીને ઈંગલેન્ડ પ્રવાસમાં પણ એક પણ મેચમાં તક આપવામાં આવી ન હતી. તો પહેલા ટેસ્ટમાં શ્રેયસ અય્યર પણ ટીમનો ભાગ છે. જયંત યાદવની પણ ટીમમાં પસંદગી કરાઈ છે. જણાવી દઈએ કે રાહુલ ડ્રવિડ આ સીરીઝથી ટીમ ઈન્ડિયાના કોચનું પદ્દ સંભાળશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
47,791FollowersFollow
2,590SubscribersSubscribe

TRENDING NOW