બંગાળની ખાડીમાં હવાના હળવા દબાણને કારણે તમિલનાડુમાં સતત વરસાદ પડી રહ્યો છે. સતત વરસાદે કાળો કહેર વર્તાવ્યો છે. તમિલનાડુના મહાનગર ચેન્નઈમાં સતત 15 કલાકથી પડી રહેલા વરસાદથી શહેરની શેરીઓમાં નદી વહી છે.તો અનેક સોસાયટી તળાવ બની ગઈ છે.
બુધવાર સાંજથી ગુરુવારની સવાર સુધીમાં 100 મીમી વરસાદ પડ્યો છે. એનાર એરપોર્ટ વિસ્તારમાં સૌથી વધુ 175 મીમી વરસાદ પડ્યો છે. 400 થી વધારે વસાહતમાં પાણી ઘુસી જતા પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. અતિ ભારે વરસાદ અને તોફાની પવનને કારણે એરપોર્ટ પર આવતી ફ્લાઇટ સાંજે 6 કલાક સુધી પ્રતિબંધ મૂકી દેવાયો હતો. વરસાદને કારણે થયેલી દુર્ઘટનામાં બે વ્યક્તિઓના મોત થયા છે. છેલ્લા પાંચ દિવસમાં 14 લોકોએ જીવ ગુમાવ્યા છે. વિજલક્ષી કોઈ દુર્ઘટના ન થાય એ માટે 65000 થી વધારે રહેણાક વિસ્તારમાંથી વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે. 4 દિવસોમાં 20 લાખ લોકોને ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે.
ઉત્તર તમિલનાડુના જિલ્લાઓમાં ખૂબ જ વરસાદ થયો છે. 1.5 લાખ જમીન પરનો પાક પાણી ભરાય જતા ખાખ થઈ ગયો છે. હાલ તમિલનાડુ માં 11 અને પોંડિચેરી માં 2 NDRF ની ટીમ ખડે પગે રહી છે. વધુ પાંચ ટીમને એલર્ટ કરી દેવામાં આવી છે.