આખરે સુરતની બાળકીને ન્યાય મળ્યો છે. સુરત સેશન અને પોક્સો કોર્ટે તરફથી આરોપી હનુમાન નિશાદને આજીવન કેદની આકરી સજા ફટકરાવામાં આવી છે. સચીન જીઆઈડીસીમાં તા.12 ઑક્ટોબરના રોજ ચાર વર્ષની બાળકીનો દેહ અભડાવનાર આરોપીને ઘટનાના 29 દિવસમાં જ સજા ફટકારી દેવામાં આવી છે. હવે એની જીંદગીના છેલ્લા શ્વાસ સુધી જેલમાં રહેશે. તા.12 ઑક્ટોબરના રોજ આ ઘટના બની હતી.
જેમાં ગુજરાત પોલીસે દિવસ રાત એક કરીને 9 દિવસમાં એક ચાર્જશીટ તૈયાર કરી હતી. આ કેસમાં આરોપીના સાત દિવસના રીમાન્ડ દેવામાં આવ્યા હતા. સુરત સિટીની સેશન અને પોક્સો કોર્ટ તરફથી આરોપી હનુમાન નિશાદને આકરી સજા કરવામાં આવી છે. ગુજરાત રાજ્યની ન્યાયિક પ્રક્રિયામાં દુષ્કર્મના આરોપીને સૌથી ટૂંકાગાળામાં સજા આપવાનું સુરત કોર્ટે કરી બતાવ્યું છે. આ કેસ પર ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી એક એક પાસા પર નજર રાખી રહ્યા હતા. તેથી આ શક્ય બન્યું છે. સૌએ એમની આ કામગીરીને બિરદાવી છે. આ ચૂકાદાથી આરોપીઓમાં ડરનો માહોલ પેદા થશે.