દિવાળીના વેકેશન બાદ સ્ટેટ અને સેન્ટ્રલ જીએસટીની ટીમે હાલાર પંથકમાં દરોડાની કામગીરી હાથ ધરી હતી. સેન્ટ્રલ જીએસટીની ટીમે જામનગરમાં આવેલી બ્રાસ પેઢીમાં દરોડાની કામગીરી કરી હતી. તેમજ સ્ટેટ જીએસટીની ટીમે દ્વારકામાં આવેલી 9 હોટલો ઉપર તવાઈ બોલાવી હતી. બે દિવસથી ચાલતી આ કામગીરીમાં આજે 8 હોટલમાંથી 26 લાખની કરચોરી ઝડપી હતી.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો
દિવાળી વેકેશનમાં દ્વારકામાં આવેલી વિવિધ હોટલોએ ભાડામાં બેફામ લૂંટ ચલાવી હતી. જેના કારણે યાત્રિકોમાં પણ રોષની લાગણી ફેલાઈ હતી. દિવાળી વેકેશન બાદ નવવર્ષના પ્રારંભે જ આવી હોટલો ઉપર સ્ટેટ જીએસટીની ટીમે દરોડાની કામગીરી હાથ ધરી હતી. જેમાં દ્વારકામાં આવેલી 9 હોટલો ઉપર સ્ટેટ જીએસટીની વિવિધ ટીમ દ્વારા હોટલના બિલ તેમજ સાહિત્યનો કબ્જો મેળવી કાર્યવાહી હાથ ધરી હતી. જીએસટીની ચકાસણી દરમયાન કેટલીક હોટલો દ્વારા ઈમમુવેબલ પ્રોપર્ટીના કંટક્રશન અંગેની વેરાશાખ ક્લેઈમ કરેલ હોવાનું તો અમુક હોટલોમમાં વેરાશાખનો 90 ટકાથી વધુ ઉપયોગ કરીને રોકડેથી વેરો ઓછો ભર્યો હોવાનું સામે આવ્યું હતું. નોંધણી નંબર રદ્દ થઈ ગયા હોવા છતા પણ હોટલો ચાલુ રાખીને વેરો ભરવાનું ટાળવાનો પણ એક કેસ સામે આવ્યો છે. આ ઉપરાંત ખાનગી ચકાસણીમાં અમુક હોટેલે રૂપિયા 1000થી ઓછી રકમની રૂમ સર્વિસના વ્યવહારો દર્શાવી તેને વેરામુક્ત વેચાણો દર્શાવી વેરો ભરવાનું ટાળ્યું હતું.

દ્વારકામાં આવેલી કેટલીક હોટલોના ધંધાના સ્થળે એક સાથે 10 નવેમ્બરના રોજ સ્થળતપાસની કામગીરી શરૂ કરવામાં આવેલ હતી. આ તપાસ દરમ્યાન ઉપર મુજબ કરવામા આવેલ ચકાસણીના મુદ્દાઓની ચકાસણીમાં રૂ. 26 લાખનો વેરો વ્યાજ તેમજ દંડની રકમ વસુલ કરવામાં આવેલ છે. વિટ્સ અને દ્વારકા લાઇફ સ્ટાઇલ રીસોર્ટના કેસમાં હજુ તપાસ ચાલુ છે અને તેમાં વધુ વેરો મળવાની સંભાવના છે.

- આ હોટલો ઉપર બોલાવી સ્ટેટ જીએસટીની ટીમે તવાઈ
1 દ્વારકા લાઇફ સ્ટાઇલ રીસોર્ટ્સ
2 બાપુ રીસોર્ટ્સ
3 વિટ્સ
4 હોટેલ મીરા
5 હોટેલ ઉત્તમ
6 હોટેલ રાજ પેલેસ
7 હોટેલ દેવકીનંદન
8 ધી દ્વારીકા હોટેલ