HomeGujaratસંજીવ કુમાર અને હેમા વચ્ચે હતું લવ અફેર,આ કારણે થયું હતું બ્રેકઅપ

સંજીવ કુમાર અને હેમા વચ્ચે હતું લવ અફેર,આ કારણે થયું હતું બ્રેકઅપ

હિન્દી સિનેમા જગતમાં ઠાકુરનું પાત્ર ભજવી કાયમી બની ઠાકુર તરીકે પ્રસિદ્ધ થયેલા સફળ એકટર સંજીવ કુમારના જીવન પર બાયોગ્રાફી લખાઈ છે. આ બાયોગ્રાફીમાં તેમના અંગત જીવન અને લવ અફેર અંગે વિસ્તારથી લખવામાં આવ્યું છે. બોલિવુડમાં એવા ઘણા કલાકારો છે. જેમની ફિલ્મો અને અભિનયને લોકોએ પસંદ કરી છે. પણ અંગત જિંદગી વિવાદમાં રહી હોય. એવા ઘણા અભિનેતાઓની પણ કમી નથી સંજીવ કુમાર પણ આમાંથી એક હતા .

એક સમયે હેમા માલિની જોડે અભિનેતા સંજીવકુમાર લગ્ન કરવા માગતા હતા. પરંતુ હેમા માલિની સાથે તેમનો કોઈ સંબંધ રહ્યો નહીં. હનીફ ઝવેરી અને સુમંત બત્રાએ સંજીવકુમારના જીવન પર બાયોગ્રાફી લખી છે. જેમાં તેમના જીવનની મોટી અને મહત્વની ઘટનાઓને વિસ્તારથી આવરી લેવામાં આવી છે. હનીફ અને સુમંતે પોતાની એક ખાસ મુલાકાતમાં જણાવ્યુ હતું કે તેમને કોઈપણ ગ્લેમર અને સનસની ન ફેલાય તે હેતુથી સંજીવ કુમારના જીવન પર બાયોગ્રાફી લખી છે. દિલીપ કુમારે બંનેને સંજીવકુમારની બાયોગ્રાફી લખવાનું સૂચન આપ્યુ હતું. દિલીપકુમાર પોતે સંજીવકુમારના અભિનયના મોટા પ્રશંસક રહ્યા હતા. હંસા નામની યુવતી સાથે વર્ષ 1954માં સંજીવકુમારની સગાઈ થઈ હતી. તેની સાથે સંજીવકુમાર લગ્ન કરવા માગતા ન હતા. તેથી તેમણે સગાઈ તોડી દીધી. તે પછી હંસાના બે વાર લગ્ન થયા. સંજીવકુમાર ત્યારે સુપરસ્ટાર હતા અને તેમને ખબર પડી કે હંસા ગરીબીમાંથી પસાર થઈ રહી છે. સંજીવકુમારને વસવસો હતો કે તેમને હંસા સાથે ખોટું કર્યુ હતું.

પિતા જેઠાલાલ જરીવાલાએ એક કે બે નહીં પરંતુ ત્રણ ત્રણ લગ્ન કર્યા હતા. જેઠાલાલે પહેલા લગ્ન શાંતિ સાથે કર્યા. જેનાથી તેમને બે દીકરીઓ થઈ. જેઠાલાલે બીજા લગ્ન પણ શાંતિ નામની મહિલા સાથે કર્યા. પરંતુ તેનું પણ થોડા દિવસમાં અવસાન થઈ ગયું. ત્યારબાદ જેઠાલાલ સુરત છોડી મુંબઈ રહેવા લાગ્યા. જેઠાલાલે મુંબઈમાં ઝાવેરબહેન સાથે લગ્ન કર્યા. તેનાથી તેમને ત્રણ પુત્ર સંજીવ, કિશોર, નિકુલ અને દીકરી ગાયત્રી. સંજીવકુમાર અને હેમા માલિની વચ્ચે અફેર રહ્યુ હતું. બાયોગ્રાફી મુજબ એકવાર હેમા માલિની રાજેશ ખન્ના સાથે હોલિવુડની ફિલ્મના પ્રિમીયરમાં જતા રહ્યા હતા. આ વાતથી સંજીવકુમાર નારાજ થયા અને ત્યારબાદ બંને વચ્ચે અંતર આવી ગયું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW