એપલ કંપનીનો આઈફોન યુવાનોમાં ખૂબ જ હોટ ફેવરીટ રહ્યો છે. ખાસ કરીને એના ફીચર્સ અને નવી નવી એપ્લિકેશનને લઈને અનેક વખત ચર્ચા થઈ છે. જ્યારે સિક્યુરિટીને લઈને પણ અનેક વખત આ ફોન ચર્ચામાં રહ્યો છે. આવો વધુ જ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં ફ્લાઈટના ટેકઓફ વખતે પાયલટનો આઈફોન રન પર પડી ગયો હતો. ત્યાર બાદ એરલેન્ડો એક્ઝિક્યુટિવ એરપોર્ટ પર પાયલટ અને એર ટ્રાફિક કંટ્રોલ એજન્ટ વચ્ચે વાતચીત થઈ હતી.
ફ્લાઈટ કંટ્રોલિંગ યુનિટને રન વે પર મોબાઈલ પડ્યો છે એની જાણ કરવામાં આવી હતી. સેમિનોલ ફ્લાઈટ ચલાવતા એક પાયલટનો આઈફોન રન વે પર અચાનક પડી ગયો હતો. એપલ કંપનીએ પોતાના ફીચર્સ જ નહીં પણ હાર્ડવેર પણ એટલા મજબુત કર્યા છે. ફોનના મટિરિયલ્સને પણ મજબુત કર્યું છે. ગ્લાસથી લઈને કેમેરાના કાચ સુધી મોટું અપડેશન કર્યું છે. iphone 7 પહેલો વોટરપ્રુફ આઈફોન છે. જે બે મીટરની ઊંડાઈમાં પડ્યા બાદ પણ વ્યવસ્થિત રીતે કામ કરતો હતો. ગત વર્ષે લોન્ચ કરવામાં આવેલો આઈફોન 12 પાણીની નીચે છ મીટરની ઊંડાઈ સુધી સરળતાથી ઊતરી શકે છે અને ત્રીસ મિનિટ સુધી પાણીમાં રહી શકે છે. આ કેસમાં પાયલટનો ફોન ફ્લાઈટમાંથી રનવે પર પડ્યા બાદ ફોનમાં કોઈ પ્રકારનું નુકસાન થયું ન હતું. એના તમામ ફિચર્સ યોગ્ય રીતે કામ કરી રહ્યા હતા. એટલે બોડી સિવાય કેમેરાને પણ ક્યાંય નુકસાન ન હતું.