Sunday, January 26, 2025
HomeNationalદિલ્હી બન્યું ગેસ ચેમ્બર, વધતા પ્રદુષણથી શ્વાસ લેવો મુશ્કેલ

દિલ્હી બન્યું ગેસ ચેમ્બર, વધતા પ્રદુષણથી શ્વાસ લેવો મુશ્કેલ

દિવાળી પહેલા સુપ્રીમ કોર્ટ જેની આશંકા સેવી રહ્યું હતું, તે સમસ્યામાં દેશની રાજધાની આ વર્ષે પણ સપડાઈ ચુકી છે. નવી દિલ્હી ફરી વખત અત્યંત ગંભીર પ્રદુષણની ચપેટમાં આવી ગયું છે અને શુક્રવારે સવારે આકાશમાં ઘેરા પ્રદુષણની ચાદર છવાઈ જતા મોટાભાગની ઈમારતો નજીકથી પણ નજરે ચડતી ન હતી.

શિયાળાની અસરથી એક તરફ ઠંડીનો દૌર શરુ થતા દિલ્હીવાસીઓ માટે કોવિડના વધતા કેસની સાથે નવી ચિંતા શરુ થઈ છે. હવામાન-પર્યાવરણ નિષ્ણાંતોના જણાવ્યા મુજબ હજુ આગામી બે દિવસ પ્રદુષણનો ખતરો વધશે અને લોકોને શ્વાસ લેવામાં પણ મુશ્કેલી પડશે જેથી શ્વાસના દર્દીઓ પણ વધી શકે છે.

ગઈકાલે બપોરે સાડા ત્રણ વાગ્યે પણ દિલ્હીમાં વિઝીબીલીટી દ્રશ્યતા- સફદરજંગ હવામાન વિભાગના જણાવ્યા મુજબ 600 મીટરની જ રહી છે અને આજે સવારે છવાયેલા પ્રદુષણના ગાઢ ઘુમ્મસથી હવાની ગુણવતા બેહદ ખરાબ સ્તરે પહોંચી ગયું છે. દિલ્હીના આકાશમાં પ્રદુષણ થંભી ગયું હોય તેવા દ્રશ્યો જોવા મળે છે અને પવનની ગતિ ખૂબ જ ઘટી ગઈ છે જેના કારણે શ્વાસમાં તકલીફ, ગુંગળામણ, આંખોમાં બળતરાની સમસ્યા પણ પેદા થઈ છે. વહેલી સવારથી દિવસ ચડતા જ પ્રદુષણ યુગ, ઘુમ્મસની ચાદર વધુ ઘેરી બની ગઈ હતી.

કેન્દ્ર સરકારની સંસ્થા ‘સફર’ના જણાવ્યા મુજબ પાડોશી રાજયોમાં જે પરાળી (કૃષિનો સુકાયેલો કચરો) સળગાવવામાં આવે છે તેનો ધુમાડો પણ દિલ્હી ભણી આગળ વધ્યો છે અને તેના કારણે હવાના પ્રદુષણમાં 26% નો વધારો થયો છે. પંજાબ, હરિયાણામાં પરાળી સળગાવવાની ઘટનાઓ ખુબ મોટી માત્રામાં નોંધાઈ છે. દિલ્હીમાં પર્યાવરણની દ્રષ્ટીએ જોઈએ તો સૌથી ઘાતક પી.એમ.10 ની માત્રા 449 નોંધાઈ છે. જયારે પીએમ 2.5ની માત્રા 263 માઈક્રોગ્રામ પ્રતિ ઘનમીટર સ્તર પર નોંધાઈ છે જે 60થી ઓછી હોવી જરૂરી છે અને તેથી દિલ્હીના લોકોને હજુ પ્રદુષણથી રાહત મળવાના સંકેત નથી.દિલ્હીમાં ઠંડીનું પ્રમાણ પણ વધતું જાય છે અને તાપમાનમાં વધુ ગીરાવટ આવી શકે છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
47,783FollowersFollow
2,590SubscribersSubscribe

TRENDING NOW