HomeGujaratઅદાણીએ કમાણીમાં અંબાણીને પણ પછાડ્યા 52 અબજ ડોલરની આવક,

અદાણીએ કમાણીમાં અંબાણીને પણ પછાડ્યા 52 અબજ ડોલરની આવક,

અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણી ચાલુ વર્ષે કમાણી મામલે મુકેશ અંબાણીને પણ પાછળ છોડી દીધા છે અને ભારતીય અબજોપતિ મામલે વિશ્વમાં ત્રીજા નંબરે પહોંચી ગયા છે. ચાલુ વર્ષે સૌથી વધુ કમાણી કરનારા તેઓએ માત્ર મુકેશ અંબાણી જ નહિં દુનિયામાં અનેક ધનવાનોને પણ પાછળ રાખી દીધા છે.ચાલુ વર્ષે અદાણીની સંપતીમાં બાવન અબજ ડોલરનો વધારો થયો છે. કમાણીનાં મામલામાં તેઓ માર્ક ઝુકરબર્ગ, જેફ બેજોસ, સ્ટીવ વોલ્નર, લૈહી એલીશન, વોરેન બફેટ જેવા ટોપ-10 ધનવાનોથી પણ આગળ છે.

ચાલૂ વર્ષની સૌથી વધુ કમાણીમાં ગૌતમ અદાણીથી માત્ર બે જ ધનકુબેરો આગળ છે. તેમાં એલન મસ્ક અને બર્નાર્ડ આર્નાલ્ટનો સમાવેશ થાય છે. એલન મસ્કની કમાણીમાં ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 124 અબજ ડોલરનો વધારો થયો છે. બર્નાર્ડ ઓર્નાલ્ટની સંપતિમાં 56 અબજ ડોલરની વૃધ્ધિ છે. જયારે લેરી પેજની સંપતિમાં 47 અબજ તથા સ્મીથ બ્રિનની કમાણીમાં 45 અબજ ડોલરનો વધારો થયો છે.

ભારતીય ધનવાનોની કમાણીના આંકડા ચકાસવામાં આવે તો ગૌતમ અદાણીની સંપતિમાં પર અબજ ડોલર, મુકેશ અંબાણીની સંપતિમાં 20.5 અબજ ડોલર, શિવ નાડરની સંપતિમાં 5.29 અબજ ડોલર, અઝીઝ પ્રેમજીની સંપતિમાં 11.8 અબજ ડોલરનો વધારો થયો છે. બ્લુમબર્ગ બીલીયોનર ઈન્ડેકસનાં છેલ્લામાં છેલ્લા લીસ્ટ મુજબ એલન મસ્ક 294 અબજ ડોલરની સંપતિ સાથે ટોચના સ્થાને છે

જયારે જેફ બેસોઝ 200 અબજ ડોલરની સંપતી સાથે બીજા અને બર્નાડ આર્નાલ્ટ 170 ડોલરની સંપતિ સાથે ત્રીજા સ્થાને છે. બીલ ગેટસની સંપતિ 137 અબજ ડોલર તથા લૈરી પેજની 130 અબજ ડોલર છે.માર્ક ઝુકરબર્ગ 122 અબજ ડોલરની સંપતી સાથે સાતમા સ્થાન પર છે.ભારતના મુકેશ અંબાણી 97.2 અબજ ડોલરની સંપતી સાથે 11 માં સ્થાને જયારે ગૌતમ અદાણી 85.8 અબજ ડોલરની સંપતી સાથે 13 માં સ્થાને છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW