Wednesday, December 11, 2024
HomeGujaratસપ્તાહમાં ઠંડીનું જોર વધશે,રાજ્યમાં સવાર અને સાંજના ઠંડીનો ચમકારો

સપ્તાહમાં ઠંડીનું જોર વધશે,રાજ્યમાં સવાર અને સાંજના ઠંડીનો ચમકારો

Advertisement

દિવાળી બાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી રહી છે રાજ્યમાં સવારમાં અને સાંજનાં સમયે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. અનુભવ થવા લાગ્યો છે. આ પહેલા ઓક્ટોબરનાં અંતમાં દિવસે ગરમી અને રાતે ઠંડી એમ બેવડી સીઝનનો અનુભવ થઇ રહ્યો હતો. જેમાં હાલ ફેરફાર આવ્યો છે. દિવસ દરમિયાન ગરમીનું પ્રમાણ ઓછુ થઇ ગયુ છે. ઉત્તર અને મધ્ય ગુજરાતનાં વિવિધ વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ સર્જાશે. તો અમદાવાદ સહિત રાજ્યનાં અલગ-અલગ વિસ્તારોમાં 24 કલાક બાદ ઠંડીમાં વધારો થવાની પણ હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. હાલ હવામાનશાસ્ત્રીઓ શિયાળાની શરૂઆતમાં જ વધારે પડતી ઠંડી પડવાની આગાહીઓ કરી રહ્યા છે અને સાથે જ લોકોને સાવચેત પણ કરી રહ્યા છે કે, તે આવનાર સમયમા ભયંકર ઠંડીનો સામનો કરવા માટે તૈયાર રહે.


ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી વાતાવરણમાં પલટો આવતા હવે શિયાળો ખરા અર્થમાં શરૂ થયો હોય તેમ દેખાઇ રહ્યુ છે. જો કે આજે પણ બપોરે ગરમી પરંતુ મોડી રાતે અને વહેલી સવારે ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે. ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં પારો 16.5 ડિગ્રી સુધી ગગડ્પયો હતો. તો વલસાડમાં પણ 16.5 ડિગ્રી સુધી તાપમન નીચું પહોચ્યું છે . કંડલા એયરપોર્ટ અને અમરેલીમાં ઠંડીનો પારો 17.4 ડિગ્રી, ડિસામાં ઠંડીનો પારો 16.8 ડિગ્રી, વડોદરામાં ઠંડીનો પારો 18 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. તો કેશોદમાં ઠંડીનો પારો 17.6 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. અમદાવાદમાં ઠંડીનો પારો 18 ડિગ્રી, વલ્લભવિદ્યા નગરમાં ઠંડીનો પારો 18.1 ડિગ્રી, ભૂજમાં ઠંડીનો પારો 19.4 ડિગ્રી, સુરેંદ્રનગરમાં ઠંડીનો પારો 19.4 ડિગ્રી, તો પોરબંદરમાં ઠંડીનો પારો 22.5 ડિગ્રી સુધી પહોંચી ગયો છે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
47,093FollowersFollow
2,480SubscribersSubscribe

TRENDING NOW