આર્યન ખાન ડ્રગ કેસથી ચર્ચામાં આવેલા સમીન વાનખેડેને આ કેસમાંથી હટાવી દેવામાં આવ્યા છે. પણ હવે આ મામલાને રાજકીય સ્પર્શ લાગ્યો છે. મંત્રી નવાબ મલિક અને સમીન વાનખેડે વચ્ચે દિવસે દિવસે ખેંચતાણ વધી રહી છે. મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી નવાબ મલિક સામે ધ્યાનદેવ વાનખેડે તરફથી દાખલ કરાયેલા માનહાનિના દાવા પર સુનાવણી કરતા બોમ્બે હાઈકોર્ટે બુધવારે કહ્યું કે, NCB રીજનલ ડાયરેક્ટર સમીર વાનખેડે “સરકારી અધિકારી” છે. કોઈપણ તેમના કામની સમીક્ષા કરી શકે છે.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો
સમીર વાનખેડેના પિતા ધ્યાનદેવ વાનખેડેએ મલિક પાસેથી રૂ.1.25 કરોડનું વળતર અને તેને ભવિષ્યમાં વાનખેડે પરિવાર વિરુદ્ધ કોઈ નકલી કે ખોટી ટિપ્પણી કરવાથી રોકવા માટે સ્ટે ઓર્ડરની માંગ કરી છે. જોકે, સતત થઈ રહેલા આક્ષેપોને ધ્યાને લઈને આ કેસ કરવામાં આવ્યો હોવાનું મનાય છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી NCPના નેતાએ સમીર વાનખેડે પર સરકારી નોકરી મેળવવા માટે જન્મના ખોટા પ્રમાણપત્ર બનાવવાના આરોપ સહિત અનેક ગંભીર કહી શકાય એવા આરોપો લગાવ્યા છે. કોર્ટમાં સુનાવણી દરમિયાન, ધ્યાનદેવ વાનખેડેના એડવોકેટ અરશદ શેખે પ્રશ્ન કર્યો હતો કે, સમીરે એવી વ્યક્તિને શા માટે ખુલાસો આપવો જોઈએ જે ફક્ત ધારાસભ્ય છે. કોર્ટ નથી. આના મુદ્દા પર જસ્ટિસ માધવ જામદારે કહ્યું, તમે સરકારી અધિકારી છો. સાબિત કરવું પડશે કે મલિકે કરેલી ટ્વિટ્સ પ્રથમ દ્રષ્ટીએ ખોટી છે.. તમારો પુત્ર માત્ર એક વ્યક્તિ નથી. પરંતુ તે એક સરકારી અધિકારી છે. જનતાનો કોઈપણ સભ્ય તેના કામની સમીક્ષા કરી શકે છે. બીજી તરફ કોર્ટે મલિકના વકીલ અતુલ દામલેને પૂછ્યું, શું સબમિટ કરતા પહેલા દસ્તાવેજોની બધી જ તપાસ કરવાની જવાબદારી તમારી નથી? શું તમે એક જવાબદાર નાગરિક અને રાષ્ટ્રીય રાજકીય પક્ષના પ્રવક્તા હોવાને કારણે દસ્તાવેજોની ચકાસણી કરી છે ખરા?