શીખ ધર્મના પ્રથમ ગુરુ નાનક દેવજીનો જન્મ કાર્તિક પૂર્ણિમાના દિવસને પ્રકાશપર્વ તરીકે ઉજવવામાં આવે છે. ગુરુ નાનકના જન્મોત્સવ નિમિત્તે ગુરુદ્વારામાં અનેક ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવે છે. અન્ય ધર્મોના લોકો પણ આ દિવસને ખૂબ ધામધૂમ સાથે ઉજવે છે. આ વર્ષે આ પર્વ તિથિ 19મી નવેમ્બર, 2021ના દિવસે આવે છે.
માત્ર પાંચ જ વર્ષની ઉંમરે ગુરુ નાનક દેવજીએ પોતાનો પહેલો સંદેશ આપ્યો હતો. ગુરુનાનક દેવજીએ સમાજને એકતામાં બાંધવાના ઘણા સંદેશા આપ્યા છે. ચાલો જાણીએ ગુરુ પર્વ નિમિત્તે ગુરુ નાનક દેવજીની વાણીએથી આવેલા અમૂલ્ય ઉપદેશો જેને માનવ મૂલ્યોને વધુને વધુ પ્રેરણાદાયક જીવન જીવવા માટે છે ખૂબ ખાસ છે.
સૌથી મહત્વની વાત એપણ છે કે જ્યારેકોઈનું મન પાપ અને શરમથી પ્રદૂષિત થઈ જાય છે, ત્યારે ભગવાનના નામનો ઉપયોગ કરવાથી તે શુદ્ધ થઈ જાય છે.
એક ઓમકારનો મંત્ર પણ ગુરુ નાનકે જ આપ્યો હતો. તેઓ માને છે, કે જગતપિતા એક છે અને સૃષ્ટિના પાલનહારાની શરણમાં સૌએ એકબીજા પ્રત્યે પ્રેમપૂર્વક રહીને જીવન જીવવું જોઈએ.
જ્યારે ગુરુનાનક દેવજીએ 15 મી સદીમાં શીખ ધર્મની સ્થાપના કરી એવું મનાય છે. ગુરુ નાનક દેવે પોતાના સમયમાં સમાજમાં વ્યાપેલા કુરિવાજો દૂર કરવા માટે અનેક કામ કર્યા હતા. જેના કારણે તેમને પોતાના પરિવારથી દૂર રહેવું પડ્યુ. આ માટે તેમણે પોતાના ગૃહસ્થ જીવનનો પણ ત્યાગ કર્યો હતો.