Monday, May 12, 2025
HomeNationalગોવામાં આ ટેનિસ ખેલાડીએ શરૂ કર્યું જનસંપર્ક અભિયાન, આ પાર્ટીનો બનશે ચહેરો

ગોવામાં આ ટેનિસ ખેલાડીએ શરૂ કર્યું જનસંપર્ક અભિયાન, આ પાર્ટીનો બનશે ચહેરો

પૂર્વ ટેનિસ ખેલાડી લિએન્ડર પેસે ગોવામાં આવનારા વર્ષમાં થનારી વિધાનસભાની ચૂંટણી પહેલા જ તૈયારીમાં લાગી ગયાં છે. હાલમાં તે ગોવાની રાજધાની પણજીમાં પશ્વિમ બંગાળના સીએમ મમતા બેનર્જીના ગોવા પ્રવાસ દરમયાન તેની ઉપસ્થિતિમાં ટીએમસીમાં શામેલ થનારા પૂર્વ ટેનિસ ખેલાડી લિએન્ડર પેસે ગુરૂવારથી પોતાનું જનસંપર્ક અભિયાન શરૂ કરી દીધું છે. જણાવી દઈએ કે તૃણમુલમાં શામેલ થયા બાદ પેસે ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જો કે તેણે આ નિર્ણય મમતા ઉપર છોડી દીધો હતો. તૃણમુલે ગોવામાં વિધાનસભા ચૂંટણી લડવાનું એલાન કર્યું છે. ગોવાના પ્રવાસ દરમયાન મમતાએ સ્પષ્ટ કર્યું છે કે, તે ગોવાના ક્ષેત્રિય દળોની સાથે ચૂંટણી ગઠબંધન કરશે.

અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો

લિએન્ડર પેસે કહ્યું હતું કે, તે ચૂંટણી લડવા માટે તૈયાર છે પરંતુ મમતા દીદીએ તેનો નિર્ણય કરશે. માનવામાં આવી રહ્યું છે કે, લિએન્ડર ગોવામાં તૃણમુલનો ચહેરો હશે. તો આવનારા વર્ષે વિધાનસભાની ચૂંટણી થવાની છે.

ગુરૂવારથી જનસંર્ક શરૂ કર્યા બાદ લિએન્ડર પેસે ટ્વિટ કર્યું છે કે, એંબેલિમમાં સ્વતંત્રતા સેનાની જુલિયાઓ મેનેજેસની ઘરે જઈને સમ્માન આપવા અને કોલીવાડો ડોકયાર્ડમાં માછીમારોની સાથે વાતચીત કરીને તેની સમસ્યાઓ અને આકાંક્ષાઓ સાંભળીને પોતાનું અભિયાન #NaveSakalichiBhasabhas શરૂ કરતા મને ઘણી ખુશી થઈ રહી છે. હું વાસ્તવમાં ઘણો ખુશી મહેસુસ કરી રહ્યો છું.

ટીએમસીમાં શામેલ થયા બાદ 48 વર્ષિય પૂર્વ ટેનિસ સ્ટારે જણાવ્યું હતું કે, મમતા બેનર્જીની સાથે મારો સંબંધ ઘણો જૂનો છે. મમતા દીદી જ્યારે કંઈ કહે છે તો તે કરે છે. તે એક સાચી ચેમ્પિયન છે. મમતા બેનર્જીએ ગોવાની જનતાને સંબોધીત કરતા કહ્યું હતું કે, હું તમારી બહેનની જેમ જ છું. હું અહીંયા સત્તા છીનવવા માટે નથી આવી. જો આપણે મુસીબતના સમયમાં લોકોની મદદ કરી શકીએ તો દીલને સુકુન પહોંચે છે. તમે તમારૂ કામ કરો અને અમે તમારી મદદ કરીશું. હું ગોવાના ભવિષ્યને એક મજબુત રાજ્ય બનતું જોવા માંગુ છું. હું ગોવામાં એક નવી સવાર જોવા માંગુ છું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
51,961FollowersFollow
2,880SubscribersSubscribe

TRENDING NOW