ગુજરાતમાં સતત બીજા દિવસે ડ્રગ્સનો કાળો કારોબાર થાય છે એનો પર્દાફાશ થયો છે. હવે નશાના કારોબારનું પણ હબ ગુજરાત બની રહ્યું હોય એવું લાગી રહ્યું છે. બુધવારે દ્વારકામાં 17 કિલો ડ્રગ્સ મળી આવતાં હાહાકાર મચી ગયો છે. જેને લઈને નાર્કોટિક્સ વિભાગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. એમાં સતત બીજા દિવસે મોડી રાત્રે સલાયામાં અલી અને સલીમ નામના બે શખસનાં ઘરે સર્ચ કરતા વધુ 46 કિલો ડ્રગ મળી આવ્યું છે. 17 કિલો પહેલાં અને 46 કિલો મોડી રાત્રે મળીને કુલ 63 કિલો ડ્રગ્સ મળી આવતાં હાહાકાર મચ્યો છે.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો
ગુજરાત રાજ્યમાં ડ્રગ્સ સ્મગલિંગ જોરશોરથી થઈ રહ્યું છે એ વાતનો પર્દાફાશ થયો છે. દ્વારકામાં ડ્રગ્સ મળી આવવાના કેસમાં પોલીસે 3 આરોપીની ધરપકડ છે. અલી અને સલીમ કારાનાં ઘરે પોલીસે જ્યારે સર્ચ કર્યું ત્યારે એના ઘરેથી 46 કિલો ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે. આ સાથે પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી છે. જેમાં પોલીસને અત્યારસુધી 63 કિલો ડ્રગ્સનો જથ્થો હાથ લાગ્યો છે. સતત બે દિવસથી ગુજરાતમાંથી ડ્રગ્સ મળી આવતા સૌરાષ્ટ્રનો દરિયા કાંઠો જાણે સ્મગલિંગ પોઈન્ટ બન્યો હોય એવી સ્થિતિ છે. આ પહેલા પણ મળી આવેલા ડ્રગ્સના છેડા પાકિસ્તાન સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું હતું.