મોરબીના ચાચાપર ગામમાં આવેલ એક ઓરડીમાં યુવક અને સગીરાએ ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો બનાવની જાણ થતા પરિવારજનો બન્નેના મૃતદેહને પીએમ માટે સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા .બનાવ બાદ તાલુકા પોલીસે આપઘાત મોત અંગે નોંધ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. મૃતક યુવક અને સગીરા વચ્ચે પ્રેમ સંબંધ હોવાનું અને કૌટુંબિક સંબંધી થતા હોવાથી પરિવાર એક નહિ થવા દેતા ડરથી આપઘાત કર્યો હોવાની પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. જોકે સમગ્ર હકીકત તપાસ પૂર્ણ થયા બાદ જ સામે આવી શકે છે.
બનાવની મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ચાચાપર ગામમાં આવેલ બંધ મકાનમાંથી મંગળવારે મોડી રાત્રે એક સગીરા અને યુવકનો ફાંસો લગાવેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. જે બાદ પોલીસને જાણ કરતા તાલુકા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહ પીએમ અર્થે ખસેડવા તજવીજ હાથ ધરી હતી. બનાવ અંગે તાલુકા પોલીસે આપઘાત મોત અંગેની નોધ કરી તપાસ હાથ ધરી છે બનાવ સ્થળ પરથી હાલ કોઈ પણ પ્રકારની સુસાઈડ નોટ પણ મળી નથી. પ્રાથમિક તપાસમાં મરણ જનાર અમુ ભોજાભાઈ ચૌહાણ 30 વર્ષના યુવાન અને ૧૫ વર્ષની પાયલબેન તુલસીભાઈ ચૌહાણ હોવાનું સામે આવ્યું છે. મૃતક યુવક અમુ અમદાવાદ રહેતો હતો અને ત્યાં નોકરી કરતો હતો.તાજેતરમાં દિવાળી પર્વ દરમિયાન તેના ઘરે પરત ફર્યો હતો.અહીં તેની માતા અને નાનો ભાઈ બન્ને સાથે રહેતા હોવાનું ખુલ્યું હતું.મૃતક કૌટુંબિક સગા થતા હોય સગીરા અને યુવક વચ્ચે પ્રેમસંબંધ હોવાની અને આજ કારણસર આપઘાત કર્યો હોવાની શંકા સેવાઈ રહી છે.જોકે સમગ્ર હકીકત પોલીસની તપાસ બાદ જ સામે આવી શકે છે. આ અંગે તાલુકા પોલીસના હેડ કોન્સ્ટેબેલ જે.પી વસિયાણી ચલાવી રહ્યા છે.