HomeNationalમોંઘવારી સામે દેશમાં 14 નવેમ્બરથી કોંગ્રેસનું જન જાગરણ અભિયાન, રાહુલ ગાંધીએ સાધ્યું...

મોંઘવારી સામે દેશમાં 14 નવેમ્બરથી કોંગ્રેસનું જન જાગરણ અભિયાન, રાહુલ ગાંધીએ સાધ્યું નિશાન

દેશમાં વધતી મોંઘવારીની સામે કોંગ્રેસ જન જાગરણ અભિયાનના નામથી જનઆંદોલન શરૂ કરવાની તૈયારીમાં છે. આ જનઆંદોલન 14 નવેમ્બરથી 29 નવેમ્બર સુધી કરવામાં આવશે. કોંગ્રેસ નેતા કેસુ વેણુગોપાલે આ અંગે જાણકારી આપતા જણાવ્યું છે કે, કોંગ્રેસ કાર્યકર્તા સીએનજી, રાંધણગેસ, ડીઝલ, પેટ્રોલ, ખાદ્યતેલ, દાળ અને જીવનજરૂરીયાતની વસ્તુઓના ભાવોમમાં થઈ રહેલા વધારાની સામે અવાજ ઉઠાવશે.

અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો

તો બીજી તરફ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ જનજાગરણ અભિયાનને લઈને ટ્વિટ કર્યું છે કે, તેને કેન્દ્રની બીજેપી સરકાર ઉપર નિશાનો સાધતા ટ્વિટ કર્યું કે, ચાલી રહ્યું છે ભાજપ સરકારનું જન કનડગત અભિયાન, હવે ચાલશે કોંગ્રેસનું #JanJagaranAbhiyan. અન્યાયનો જવાબ લઈને જ રહેશું.

એક જાણકારી પ્રમાણે કોંગ્રેસ અભિયાન માટે એક લોગો પણ બનાવી રહી છે જે રાષ્ટ્રીય આંદોલન દરમયાન મહાત્મા ગાંધીના નેતૃત્વમાં દાંડી માર્ચ જેવો હશે. તે સિવાય 12 નવેમ્બરના રોજ સોશયલ મીડિયા અભિયાન પણ શરૂ કરાશે. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ જનસંપર્ક કાર્યક્રમો હેઠળ સોશયલ મીડિયા ઉપર લાઈવ થશે. પાર્ટી અભિયામાં લોકો પોતાની નોંધણી કરાવી શકે તે માટે એક ટોલ ફ્રી નંબરની પણ જાહેરાત કરાશે. અભિયાનની જાહેરાત 29 નવેમ્બરના રોજ સંસદના શીયાળુ સત્ર પહેલા કરાઈ છે.

તો સંસદીય મામલા ઉપર મંત્રીમંડળની સમિતિએ સંસદનું શીયાળુ સત્ર 29 નવેમ્બરથી 23 ડિસેમ્બર સુધી આયોજીત કરવાની ભલામણ કરી છે. જણાવવામાં આવી રહ્યું છે વિતેલા દોઢ વર્ષમાં થયેલા સંસદ સત્રોની જેમ કોવિડ-19 પ્રોટોકોલનું પાલન કરીને શીયાળુ સત્ર પણ આયોજીત કરાશે. સત્ર દરમયાન આશરે 20 જેટલી જ બેઠકો હશે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW