મહારાષ્ટ્રના મહાનગર મુંબઈમાં ક્રુઝ પર થયેલી ડ્રગ પાર્ટીથી સમગ્ર દેશમાં ચકચાર મચી ગઈ હતી. જેનું ગુજરાત ક્નેક્શન પણ સામે આવ્યું હતું. પણ હવે ગુજરાતનો દરિયાકાંઠો ડ્રગ સ્મલિંગ માટે રેઢોપટ હોય એવું ચિત્ર સ્પષ્ટ થયું છે. ગુજરાતના મુંદ્રામાં ઝડપાયેલા કરોડોના બાદ બુધવારે દેવભૂમિ દ્વારકામાંથી 66 કિલોથી વધુ જથ્થો મળ્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે. જેથી ફરી એકવખત ગુજરાતમાં ડ્રગનો કેસ ચર્ચાય રહ્યો છે. અ બનાવમાં પોલીસે એક શખ્સને ઝડપી લીધા હતા.
ગુજરાત ATSએ આંતરરાષ્ટ્રીય બજારમાં રૂ.300 કરોડ કરતા વધુ કિંમતના ડ્રગ્સના જથ્થાને દ્વારકા રોડ પર આવેલા આરાધના ધામ પાસેથી ઝડપી પાડ્યો છે. સમુદ્રના રસ્તેથી ફરીથી રાજ્યમાં ડ્રગ્સ ઘુસાડવાનું કૌભાંડ હોય એવું પ્રાથમિક તપાસમાંથી જાણવા મળ્યું છે. પોલીસ હાલ તમામ દિશામાં તપાસ કરી રહી છે. જોકે, આ કેસમાં અન્ય રાજ્ય સુધી પણ તપાસનો રેલો પહોંચે એવી પૂરી શકયતાઓ વર્તાય રહી છે. છેલ્લા કેટલાક મહિનાથી ગુજરાત જાણે ડ્રગ્સ માટે ગેટ વે બની રહ્યું હોય તેવી સ્થિતિ ઊભી થઈ છે. રાજ્યમાં એક પછી એક ડ્રગ્સનો જથ્થો ઝડપાવાના મામલા વધી રહ્યા છે. ખાસ કરીને રાજસ્થાન બોર્ડર અને ગુજરાતનાં દરિયા કિનારાનો ડ્રગ્સની હેરફેરનાં કાળા કામમાં કુખ્યાત બની ગયો છે. દ્વારકામાંથી ફરી મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો પકડાતાં ખળભળાટ મચ્યો છે. થોડા સમય પહેલા મુંદ્રા પોર્ટ પરથી પણ 10 હજાર કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયું હતું. ગુજરાતમાં 2020માં ડ્રગ્સના 308 કેસ નોંધાયા છે. પોલીસ અને NCBએ 6.6 કરોડના માદક દ્રવ્યો જપ્ત કર્યા છે. આ અત્યાર સુધીનો રીપોર્ટ છે. ગુજરાતમાં જૂનથી ઓક્ટોબર સુધી 21 ડ્રગ્સના કેસ થયા છે. આ પ્રકરણમાં પોલીસે એક શખ્સને દબોચી લીધા હતા.
દેવભૂમિ દ્વારકા SP સુનિલ જોશીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, વાડીનાર નજીકથી એક આરોપીને 14થી 15 કિલો ડ્રગ્સ સાથે પકડી પાડવામાં આવ્યો છે. જેની માર્કેટ કિંમત રૂ.70 કરોડ હોવાનું જાણવા મળ્યું છે. કુલ મળીને 66 કિલો ડ્રગ પકડાયું છે. જેની કિંમત રૂ.350 કરોડ હોવાનું મનાય છે. દેવભૂમિ દ્વારકા જિલ્લો ડ્રગ્સની દાણચોરી માટે તથા હથિયાર ઘુસાડવા માટે કેન્દ્રસ્થાને રહ્યો છે. સમુદ્રના રસ્તેથી અગાઉ પણ ઘણું સ્મલિંગ પકડાયું છે. દેવભૂમિ દ્વારકા LCB અને SOG તરફથી આ ઑપરેશન પાર પાડવામાં આવ્યું છે. જે શખ્સ પકડાયો છે એ મૂળ રાજસ્થાની છે.