ICC ટી-20 વર્લ્ડ કપ 2021ની સમાપ્તીના ત્રણ દિવસ બાદ બીસીસીઆઈ દેશના અલગ અલગ સ્ટેડીયમોમાં 3 ટી-20 ઈન્ટરનેશનલ અને બે ટેસ્ટ મેચ માટે ન્યુઝીલેન્ડની યજમાની કરશે. ભારત-ન્યુઝીલેન્ડની સીરીઝ ભારત માટે લાંબા સત્રની શરૂઆત કરશે. જે જૂન 2022માં દક્ષિણ આફ્રીકા સામે ડોમેસ્ટીક ટી-20 ઈન્ટરનેશનલની સાથે સમાપ્ત થશે. ભારત અને ન્યુઝીલેન્ડની વચ્ચે સીરીઝ 17 નવેમ્બર 2021ના રોજ શરૂ થશે.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો
ભારત-ન્યુઝીલેન્ડ સીરીઝ માટે બેંટિગના દિગ્ગજ વિરાટ કોહલી, ઝડપી બોલર જસપ્રીત બુમરાહ, કેએલ રાહુલ, મોહમ્મદ શમી, રવિચંદ્રન અશ્વિન, ઋષભ પંત અને રવિન્દ્ર જાડેજા સહિત ઘણા ખેલાડીઓને આરામ આપવામાં આવી શકે છે. કારણ કે આ તમામ ખેલાડીઓ લાંબા સમયથી ક્રિકેટ રમી રહ્યાં છે અને ઘણા થાકી ગયા છે. આ દિગ્ગજ ખેલાડીઓની ગેરહાજરીમાં કેટલાક નવા ચહેરાને ટીમ ઈન્ડિયાના હેડ કોચ રાહુલ દ્રવિડ સ્થાન આપી શકે છે. ખાસકરીને આઈપીએલમાં શાનદાર પ્રદર્શન કરનારા ખેલાડીઓને તક મળશે.
ઋતુરાજ ગાયકવાડઃ આઈપીએલ 2021ના ઓરેન્જ કેપ વિજેતા ઋતુરાજ ગાયકવાડ રાષ્ટ્રીય ટીમમાં પરત ફરવા માટે પુરી રીતે તૈયાર છે. તેણે આઈપીએલની 14મી સીઝનમાં ઓરેન્જ કેપ જીતવા માટે 16 મેચમાં 635 રન બનાવ્યાં હતાં. તેણે આ સીઝનમાં તમામ આઈપીએલના મેચ રમ્યા હતાં. આઈપીએલ બાદ ઋતુરાજ આ સમયે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી રમી રહ્યો છે.
વેંકટેશ અય્યરઃ આઈપીએલ 2021ના યુએઈ ચરણની પસંદગીથી વેંકટેશ અય્યર ભારતની મહત્વની કડીના રૂપમાં ઉભરી રહ્યાં છે. કારણ કે હાર્દીક પંડ્યાએ બોલિંગ શરૂ કર્યાં બાદ બેટ સાથે કોઈ ખાસ યોગદાન આપ્યું નથી. કોલકાતા નાઈટ રાઈડર્સ માટે પોતાના આઈપીએલ ડેબ્યુથી સમાચારોમાં રહેનારા અય્યરે 370 રન બનાવ્યાં બતા અને 3 બેટ્સમેનોને પણ આઉટ કર્યાં હતાં. તેવામાં અય્યર એક દિર્ધકાલીન સંભાવના બની શકે તેમ છે. એક રીપોર્ટમાં જણાવ્યા પ્રમાણે તે એ ખેલાડીઓમાંથી છે જેનું નામ દક્ષિણ આફ્રિકાના પ્રવાસમાં પસંદગી પામ્યું છે. અય્યર સૈયદ મુશ્તાક અલી ટ્રોફિમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે.

હર્ષલ પટેલઃ આઈપીએલ 2021ના પહેલા ચરણમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલરના રૂપમાં ઉભરનારા શ્રીલંકાના પ્રવાસ દરમયાન ટીમમાં જગ્યા મેળવવાથી ચુકી ગયા છે. હર્ષલ પટેલ જમણેરી ફાસ્ટ બોલક છે. યુએઈ લેગમાં પોતાનું ફોર્મ યથાવત રાખ્યું હતુ અને પર્પલ કેપ જીતવા માટે કુલ 32 વિકેટ લીધી હતી. ડોમેસ્ટીક સીઝનમાં વરિષ્ઠ ઝડપી બોલરોને આરામ દેવાની સંભાવનાની સાથે હર્ષલ પોતાનો પહેલો ભારત કોલ-અપ અર્જિત કરવા માટે તૈયાર છે. તે ઝડપી બોલર તથા ઓલરાઉન્ડર છે અને હરિયાણા તરફથી મેચની શરૂઆત પણ કરે છે.
આવેશ ખાનઃ આવેશ ખાન લાંબા સમયથી એક નેટ બોલરના રૂપમાં રાષ્ટ્રીય ટીમનો ભાગ છે અને જલ્દી એક ખેલાડીના રૂપમાં ટીમમાં જગ્યા બનાવવા માટે તૈયાર છે. તે આઈપીએલમાં સૌથી વધારે વિકેટ લેનારાઓમાંથી એક છે. તેણે 24 બેટ્સમેનોને આઉટ કરીને બીજું સ્થાન મેળવ્યું છે. ડોમેસ્ટિક ટુર્નામેન્ટમાં આવેશ ખાનનું પરફોર્મન્સ શાનદાર રહ્યું છે.

ચેતન સકારીયાઃ લેફ્ટ આર્મ પેસર ચેતન સકારીયા આઈપીએલમાં રાજસ્થાન રોયલ્સ માટે રમતા હતા. તેણે પોતાનો આઈપીએલ ડેબ્યુ પંજાબ કિંગ્સની સામે રમ્યો હતો અને પહેલા મેચમાં જ છવાઈ ગયો હતો. સકારીયાએ ડેબ્યુ મેચમાં કુલ ત્રણ વિકેટ લઈને તેણે વાહવાહી મેળવી હતી. ચાર ઓવરના ક્વોટામાં 31 રન દઈને પંજાબ કિંગ્સના ત્રણ ખેલાડીઓને પવેલિયન ભેગા કર્યાં હતાં. જેમાં કેપ્ટન કેએલ રાહુલ અને મયંક અગ્રવાલનો પણ સમાવેશ થાય છે. સકારિયાએ આઈપીએલના 14 મેચોમાં 14 વિકેટ લીધી છે.