આર્યન ખાન ડ્રગ કેસમાં દિવસે દિવસે નવા વળાંક આવી રહ્યા છે. મુંબઈ ભાજપના નેતા મોહિત કંબોજે સુનિલ પાટીલને ડ્રગકેસનો માસ્ટરમાઈન્ડ કહ્યો છે. મીડિયા સમક્ષ તેમણે મોટા ખુલાસા કર્યા છે. હવે આ કેસનું ગુજરાત ક્નેક્શન સામે આવ્યું છે. આ ખુલાસા બાદ સોશિયલ મીડિયા પર એક તસવીર વાયરલ થઈ રહી છે. જેમાં ગુજરાતના મંત્રી કિરિટરાણાને ગોસાવી અને પાટીલ મળ્યા હતા. એવું ચિત્ર સામે આવ્યું છે.
સુનિલ પાટીલે કહ્યું હતું કે, હું અને કિરણ ગોસાવી ગુજરાતના મંત્રી કિરિટ રાણાને મળ્યા હતા. વડોદરાના અક્ષય નામની વ્યક્તિને પણ પોતાનો ખાસ મિત્ર ગણાવી દીધો છે. સુનિલ પાટીલ અનુસાર ભાજપ નેતા મનીષ ભાનુશાળી તા.22 અને23 સપ્ટેમ્બરના રોજ અમદાવાદમાં આવ્યા હતા. આ સમયે જ એની કિરણ ગોસાવી સાથે મુલાકાત થઈ હતી. કિરણ ગોસાવી અમદાવાદની નોવોટેલ હોટેલમાં રોકાયો હતો. સુનિલ પોતાની વાતચીતમાં મનીષ ભાનુશાળી તથા ખાસ મિત્ર ધવન ભાનુશાળીનો પણ ઉલ્લેખ કરે છે. સુનિલે જે જે લોકોના નામ લીધા છે એમાંથી મોટાભાગનાનું ગુજરાત ક્નેક્શન છે. એટલે ડ્રગ કેસની તપાસનો રેલો ગુજરાત સુધી આવે એવી પૂરી શક્યતાઓ છે.

મનીષ ભાનુશાળી સાથેની મુલાકાત અંગે વનમંત્રી કિરિટસિંહ રાણાએ કહ્યું કે, એ આવ્યો હોય તો ભલે, મનીષ ભાનુશાળી મને ડોમ્બિવલી ચૂંટણીમાં ગયા ત્યારે મળ્યો હતો. ચૂંટણી હેતુ અમને ત્યાં મૂક્યા હતા. ચૂંટણીમાં આવ્યા હોય એટલે પરિચયમાં આવ્યા હોય. મને ખ્યાલ નથી કે એની સાથે કોણ કોણ હતા. નવા મંત્રીમંડળની શપથવિધિ બાદ તે મને મળવા માટે આવ્યા હતા. જ્યારે સુનિલે કહ્યું કે, હું ધુલિયાથી આવતા હોવાથી મારૂ કોઈ ઘર અહીં નથી. હું તો વાશીની ફોર્ચ્યુન હોટેલમાં રોકાયો હતો. જ્યાં મનીષ ભાનુશાળી આવ્યો હતો. બેથી ત્રણ મહિના સુધી હું એની સાથે ગુજરાત આવ જા કરતો. મારે કંપનીમાં કામ હતા એટલે હું એની સાથે ગયો હતો. કેટલાક મંત્રીઓને પણ મળવાનું હતું. બે મહિનાથી મિટિંગ ન થઈ શકી એટલે મુંબઈ પરત આવતો રહ્યો.
તા.27મીએ મનીષે રૂમ પર આવી કહ્યું કે, એની ગર્લફ્રેન્ડ આવી હતી. ગુજરાત આવવું છે મારી સાથે? તેને કહ્યું કે, મને રૂ.1 કરોડ મળશે અને તને રૂ.10થી 15 લાખ મળી રહેશે. આર્થિક રીતે નબળો હોવાથી મેં હા પાડી દીધી. કિરણ ગોસાવી સાથે ખાસ કોઈ ઓળખાણ ન હતી. તા.6 સપ્ટેમ્બરથી હું સંપર્કમાં હતો. એ સમયે હું અને મનીષ મંત્રી પાસે થોડું કામ હોવાથી ગુજરાતમાં હતા. કિરણે પૂછ્યું ત્યારે કહ્યું હતું કે, અમે ગુજરાતમાં છીએ. તા.22-23 સપ્ટેમ્બરના રોજ પહેલી વખત કિરણ સાથે મારી મુલાકાત થઈ. અમદાવાદ બેથી ત્રણ દિવસ સુધી રોકાયા બાદ હું પાછો મુંબઈ આવી ગયો. કામ ન થવાનું હોવાથી ફરી મુંબઈ નીકળી ગયો.

મનીષ ભાનુશાળી અને મારા વડોદરાના એક મિત્ર અક્ષયભાઈની તા.22 સપ્ટેમ્બરે તેમની મુલાકાત મંત્રી કિરીટભાઈ રાણા સાથે થઈ. મનીષભાઈ મને લઈને ગયા હતા. કિરણ હતો તો પછી એક ફોટો ખેંચાવી લીધો. મનીષભાઈએ કહ્યું કે એક ફોટો પડાવી લે. તા.27 સપ્ટેમ્બરે હું અને કિરણ ગાડીમાં ત્યાં ગયા. તા.1 ઑક્ટોબરના રોજ કિરણ અને મનીષ આવ્યા પછી ગાંધીનગર માટે રવાના થયા. જ્યાં કિરિટ રાણા સાથે મુલાકાત થઈ. મનીષ સાથે કેટલાક લોકો આવ્યા હતા અને તે ગાંધીનગર એની ઓફિસે ગયા હતા. પછી ચાર વાગ્યા આસપાસ ધવલ ભાનુશાળીનો દિલ્હીથી ફોન આવ્યો. જે મનીષનો ખાસ છે. મનીષ મૂળ અબડાસાના ભવાનીપર ગામનો છે. ધંધા અર્થે મુંબઇ ગયો ને ડોમ્બિવલીમાં સ્થાયી થયો. પછી ભાજપમાં જોડાઈ ગયો. નરેન્દ્ર મોદી ફેન ક્લબ ચલાવે છે. નેતાઓ સાથે ફોટા પડાવવાનો શોખીન છે. મનીષ ભાજપનો કાર્યકર્તા છે. નગરસેવકની ચૂંટણી લડ્યો છે.